તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરાનાનો કહેર:જામનગરમાં કોરાનાગ્રસ્ત ચાર દર્દીના મોત, વધુ 28 પોઝિટિવ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલારમાં કોરાનાનો કહેર યથાવત, એક દિવસમાં વધુ 37 કેસ

જામનગર શહેર-જિલ્લામાં બુધવારે કોરોનાના રેકર્ડબ્રેક કેસ સામે બાદ ગુરૂવારે પોઝીટીવ કેસોનો રાફડો મહદઅંશે યથાવત રહયો હતો.જામનગર શહેરમાં ગુરૂવારે કોરાનાના વધુ 28 કેસ નો઼ધાયા હતા.જયારે કોરાના વોર્ડમાં સારવાર દરમિયાન ચારના મૃત્યુ થયા હોવાનુ જાહેર થયુ છે.મૃતકોમાં ઉકાભાઇ (ઉ.વ.72), કેશવજીભાઇ (ઉ.વ.60), નગીનભાઇ કંસારા(ઉ.વ.70) તેમજ શંકાસ્પદ જાહેર થયેલા હસીનાબેનનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

જામનગર ગ્રામ્યમાં બુધવારે નિરાંત બાદ ગુરૂવારે વધુ છ કેસ સામે આવ્યા હતા જેમાં લતીપુરના પુરૂષ,કાલાવડના પુરૂષ, દરેડનો યુવક, ધુવાંવનો યુવક,કાલાવડના નાના વડાળાનો આઘેડ અને તરસાઇના વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં ખંભાળીયાના 45 વર્ષીય અને 28 વર્ષીય યુવાન ઉપરાંત દ્વારકાના 38 વર્ષીય યુવાન સંક્રમિત થતા તેને ખંભાળીયાની કોવિડ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં હવે એપોઇન્ટમેન્ટ ફરજિયાત
શહેરના આવેલા બન્ને સ્મશાનોએ હવે કોરોના સિવાય મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે ફોન કરીને એપાેઇન્ટમેન્ટ લેવી ફરજિયાત બનાવી છે. જામનગરના બન્ને સ્મશાન માણેકબાઇ સુખધામ નાગેશ્વર રોડ અને ગાંધીનગર સ્મશાન ગૃહએ જાહેર અપીલ બહાર પાડી લોકોને જણાવ્યું છેકે, કોરોનાથી થતાં સંક્રમણને ધ્યાને રાખી મૃતદેહની અંતિમવિધી માટે નિયત પધ્ધતિ અનુસરવી જરૂરી હોય, કોરોના સિવાય અન્ય કોઇપણ રીતે મૃત્યુ પામેલા વ્યકિતઓના મૃતદેહને અંતિમવિધી માટે બન્ને સ્મશાનગૃહોમાં લઇ જતા પહેલા સોનાપુરી સ્મશાન ગૃહ ફોન નં. 2550225 અને ગાંધીનગર સ્મશાન ગૃહ ફોન નં. 8733939390 પર સંચાલક પાસેથી સમય મેળવ્યા બાદ જ મૃતદેહને અંતિમવિધી સ્મશાન ગૃહે લઇ આવવાનું જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...