બધડાટી:જોડિયાભુંગામાં યુવાન પર મહિલા સહિત ચાર શખસનો હુમલો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરના જોડિયાભુંગામાં યુવાન પર મહિલા સહિત ચાર શખસોએ તલવાર, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે મહિલા સહિત ચારેય શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના જોડિયાભુંગામાં અલીઅશગર ચોકમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતો ઇરફાન અબ્બાસભાઇ સમેજા(ઉ.વ.28) તા.2 ના સાંજે પોતાના ઘેર હતો ત્યારે બેડીમાં રહેતા ઇશાક નારેજા, બશીર ઇશાકભાઇ નારેજા, સખીનાબેન ઇશાકભાઇ નારેજા, રમજાન ઇશાકભાઇ નારેજા તેના ઘેર ઘસી આવ્યા હતાં. મહિલા સહિત ચારેય શખસોએ તલવાર, લોખંડના પાઇપ, છરી અને લાકડાના ધોકા વડે ઇરફાન પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં ઇરફાનને ગાળો પણ ભાંડી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત ઇરફાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે ઇરફાને ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચારેય શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...