તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મેડિકલ હોસ્ટેલમાંથી ઇન્ટર્ન તબીબોના ચાર લેપટોપની ચોરી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાવી વડે જુદા-જુદા રૂમ ખોલી ગઠિયો કળા કરી રફૂચક્કર
 • રૂપિયા 1.22 લાખના લેપટોપ ઉસેડી જનારની શોધખોળ શરૂ

જામનગરની જી.જી.હોસ્પીટલ પરીસરમાં મેડીકલની પીજી હોસ્ટેલના રૂમનુ તાળુ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી કોઇ તસ્કર જુદા જુદા ચાર લેપટોપ ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે.તબીબી છાત્રાની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી ઘોળા દિવસે હાથફેરો કરનાર તસ્કરને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પીટલ કેમ્પસમાં પીજી હોસ્ટેલ ખાતે રહેતા અને ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કિંજલબેન રમણભાઇ પટેલએ પોતાના તથા અન્યના રૂમનુ તાળુ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી કોઇ અજાણ્યો શખ્સ રૂ.1.22 લાખની કિંમતના જુદા જુદા ચાર લેપટોપ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી બી પોલીસ મથકમાં નોંધાવી છે.

ચોરીનો આ બનાવ ગત તા. 26ના સવારથી બપોર દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ છે.આ બનાવના પગલે પોલીસે અજ્ઞાતશખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદ મેળવી તેના સગડ દબાવવા માટે કવાયત હાથ ધરી છે.ભોગ બનનાર તબીબ છાત્રોએ રૂમને તાળુ મારી તેની ચાવીઓ વેન્ટીલેશનની બારીમાં રાખી હતી જે ચાવીઓ વડે રૂમના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરીને અજાણ્યો શખ્સ ચારેય તબીબોના લેપટોપ ચોરી કરી લઇ ગયાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો