ફુવારામાં ગંદકી:જામનગરમાં તળાવની પાળે મૂકવામાં આવેલા ફુવારા બંધ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડોના ખર્ચે કરવામાં આવેલા બ્યુટીફીકેશને ઝાંખપ

જામનગરમાં તળાવની પાળે મૂકવામાં આવેલા ફુવારા છેલ્લાં ઘણાં સમયથી બંધ છે. જેના કારણે કરોડના ખર્ચે કરવામાં આવેલા બ્યુટીફીકેશનને ઝાંખપ લાગી રહી છે. આમ છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા ન હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી છે.

જામનગરના હાર્દ સમાન લાખોટા તળાવની શોભા વધે તે હેતુથી તળાવના ફરતે અને તળાવની અંદર આવેલા વિવિધ ગાર્ડનમાં લાઈટ વાળા ફુવારા મૂકવામાં આવ્યા છે. પરંતુ આ ફુવારામાંથી ઘણાં ફુવારા છેલ્લા કેટલા સમયથી બંધ હાલતમાં છે. જેને કારણે કરોડોના ખર્ચ કરવામાં આવેલા બ્યુટીફિકેશનને ઝાંખપ લાગી રહી છે.

તળાવના વોકિંગ ટ્રેક નજીક તેમજ ગાર્ડન, સહિતની અનેક જગ્યાએ અલગ અલગ લાઈટ વાળા થોડા થોડા અંતરે ફુવારા મૂકવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના ફુવારા શોભાના ગાંઠિયા સમાન બની છે. કારણકે અમુક જગ્યાએ ફુવારા તદન બંધ છે તો અમુક જગ્યાએ ફુવારામાં ગંદકી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...