તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ, યુથ કોંગી પ્રમુખ સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દેતાં સ્થાનિક રાજકારણ ભારે ગરમાયું છે. જિલ્લા પંચાયતની ટીકીટ ફાળવણીમાં ટીકીટ ફાળવણીમાં અસંતોષની આગથી મતદાન પૂર્વે દિગ્ગજોએ પક્ષ સાથે છેડો ફાડતા કોંગીની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં હેમત ખવા, વશરામ રાઠોડ, સન્ની આચાર્ય, ભગીરથ ગોહીલ, નારણભાઇ શિયાળ, કાંતીલાલ કાલાવડીયા અને અન્ય અગ્રણીઓનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કોંગ્રેસે છેક સુધી યાદી જાહેર ન કરી ઉમેદવારોને સીધા મેન્ડેટ આપ્યા હતાં. આટલું જ નહીં જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં ચૂંટાયેલા સીનીયર આગેવાનોના પતા કાપી નવા ચહેરાને ટીકીટ આપતા કોંગ્રેસમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી હતી. આ અસંતોષની આગનો ભડકો સોમવારે કોંગ્રેસમાં જોવા મળ્યો હતો. કારણ કે, ટીકીટ ફાળવણીમાં અન્યાયથી રોષે ભરાયેલા કોંગીના સીનીયર આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ આહીર, જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમતભાઇ ખવાએ કોંગ્રેસમાંથી તમામ હોદા પરથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસની છાવણીમાં ભૂકંપ આવ્યો છે.
આટલું જ નહીં આ આગેવાનો સાથે જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સન્ની આચાર્ય, ભગીરથ ગોહીલ, 80-વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ડી.બી.સોઢા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશ ધનાભાઇ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળ, જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતીલાલ કાલાવડીયા, 77-વિધાનસભા યુવક કોંગ્રેસ મહામંત્રી અલ્પેશ મકવાણા, વરણાના સરપંચ રાજુભાઇ હરસોડા, ઉપસરપંચ જગદીશભાઇ ચાંગાણી, સુવરડાના કોંગી આગેવાન બાબુભાઇ ડાંગર, સક્રીય કોંગી કાર્યકર અશોકભાઇ બોરીચાએ પક્ષ સાથે છેડો ફાડયો છે. મહાપાલિકા, પંચાયતો અને નગરપાલિકાના મતદાન પૂર્વે કોંગી આગેવાનોએ રાજીનામાં ધરી દેતાં કોંગીની છાવણીમાં સોપો પડી ગયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.