જામજોધપુર બેઠક જાયન્ટ કિલર બની:ભાજપના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યનો પણ પરાજય

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના ઉમેદવારનો 10,323 મતથી વિજય

હાલારની 7 માંથી એક માત્ર જામજોધપુર બેઠક પર ભાજપ-કોંગ્રેસને હરાવી આપાના ઉમેદવાર હેમત ખવા 10323 મતથી વિજય બની જાયન્ટ કીલર બન્યા છે. ભાજપના પૂર્વ મંત્રી, કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યનો પરાજય થતા બંનેની છાવણીમાં સોપો પડી ગયો છે.

જામજોધપુર બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં 9 ઉમેદવાર મેદાનમાં હોવા છતાં ભાજપ, આપ અને કોંગ્રસ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. જેમાં ભાજપના પૂર્વ મંત્રી ચિમન શાપરિયા, કોંગ્રેસના સીંટીંગ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને આપના યુવા ઉમેદવાર હેમત ખવા મેદાનમાં હતાં.

આપના ઉમેદવાર હેમત ખવા અને કાર્યકરોનું બુથ મેનેજમેન્ટ, ગામડાઓમાં સતત લોકસંપર્ક અને મતની ગોઠવણના કારણે આ બેઠક પર ભાજપના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યને હરાવી આપના ઉમેદવાર 10323 મતે વિજય બની જાયન્ટ કીલર બન્યા છે. આપના નવોદિત ઉમેદવાર હેમત ખવાએ આ વિસ્તારના રોડ, રસ્તા સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવશે તેમ વિજય બાદ જણાવ્યું હતું.

જામનગર દક્ષિણ બેઠક પર સૌથી વધુ, દ્વારકામાં સૌથી ઓછી લીડ
જામનગર : જામનગર દક્ષિણ બેઠક ભાજપનો ગઢ હોય ભાજપને સૌથી વધુ લીડ મળી હતી. 6 બેઠક પૈકી દ્રારકા બેઠક પર ભાજપને સૌથી ઓછી લીડ મળી હતી. હાલાર પંથકની વિધાનસભાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

જેમાં જામનગર દક્ષિણ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ હોય અને આ બેઠક પર મોટાભાગના મતદારો ભાજપના કમીટેડ હોય ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનો 62315 મતની લીડથી વિજય થયો હતો. જયારે દ્વારકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઇ કંડોરિયાએ લડત આપતા ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો ફકત 5327 મતથી વિજય થયો હતો. જયારે જામનગર ઉતર બેઠક પર ભાજપના રિવાબાનો 52000 મતથી વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...