તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કિશોર વસરાએ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નાથા કાગડીને હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લાલપુર પોલીસ મથકે નોંધાઈ છે. નાથા કાગડી અન્ય ઉમેદવારને સમર્થન કરી રહ્યાં હોવાની શંકાએ કિશોર વસરાએ ધમકી આપી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પૈકીની જામનગર જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી દાયકાઓથી ચૂંટાઈ પ્રતિનિધિત્વ કરતા નાથાભાઈ મેરામણભાઇ ગાગલીયાને ચૂંટણી સમયે લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય પરબત ઉર્ફે કિશોર દેવશી વસરાએ ધમકી આપી હોવાની લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી કોંગ્રેસ પાર્ટી તરફથી રીંજપર પર સીટ પર સદસ્ય તરીકે ચૂંટાયા હતા અને ફરીથી એજ સીટ પરથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી ટિકિટ માંગી હતી. પરંતુ આરોપીને એવી શંકા હતી કે આ બેઠક પર નાથાભાઈ અન્ય ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે જેને લઇને આરોપીએ બે ત્રણ દિવસ પૂર્વે ફોન કરીને નાથાભાઈ ને ધમકી આપી હતી ચૂંટણી પછી ઘોડી પર ચાલતા કરી દેવા છે એમ કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતે નાથાભાઈ ચૂંટણી પૂર્વે જ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે જેને લઇને લાલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રીંજપર બેઠક જિલ્લા પંચાયતની પીપરટોડા બેઠક નીચે આવે છે જોકે નાથાભાઈ તો જિલ્લા પંચાયતની ભણગોર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે પોતાની સીટની નીચે આ બેઠક આવતી પણ ન હોવા છતાં આરોપીને એવું લાગ્યું હતું કે નથાભાઇ પોતાનો હરીફ ઉભો કરી રહ્યા છે જેને લઇને એક મહિના પૂર્વે જામનગર ખાતે નાથાભાઈ ના પેટ્રોલ પંપ પર આરોપી આવ્યો હતો અને ચૂંટણી લડવાની વાત પણ કરી ટિકિટ માટે ભલામણ કરવા કહ્યું હતું ત્યારે પણ નાથાભાઈ એ કહ્યું હતું કે આ બેઠક મારા કાર્યક્ષેત્રમાં આવતી નથી એટલે હું ભલામણ ન કરી શકું જેને લઇને આરોપીને મન દુખ થયું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.