નિમણૂક:જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ દેશમાં હેલિકોપ્ટર સેવા પ્રદાન કરી પવનહંસ લિમિટેડના ડાયરેક્ટર બન્યા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીબેનની નિમણૂકને જામનગર શહેર ભાજપના હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા

જામનગરના મેયર તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા અમિબેન પરિખની કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં હેલિકોપ્ટર સેવા પ્રદાન કરતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અંતર્ગતની પવનહંસ લિ.ના ડાયરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમની આ નિમણૂંકને જામનગર શહેર ભાજપના હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અંતર્ગતની પી.એસ.યુ કંપની પવન હંસ લિમિટેડ જેની સ્થાપના 1985માં કરવામાં આવી હતી. તેના સ્વતંત્ર ડાયરેકટર તરીકે જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે. પવન હંસ લિમિટેડ કંપની આઇલેન્ડ ટુ આઇલેન્ડ, વૈષ્ણવદેવી, ઓ.એન.જી.સીના ફ્લોટિંગ સ્ટેશન, વી.આઈ.પી હેલિપેડ ટૂ હેલિપેડ હવાઈ પરિવહન, એર એમબ્યુલન્સ અથ હેલિકોપ્ટરની સેવા પ્રદાન કરતી કંપની છે. પવનહંસ લિમિટેડ પાસે હાલ Dauphin SA-365N, Dauphin AS365N3, Bell 206 L4, Bell 407, Mil Mi-172, AS 350 B3 હેલીકોપ્ટરો ઉપલબ્ધ છે. પવન હંસ લિમિટેડનું મુખ્યાલય નોયડામાં છે.

પવનહંસ હાલ off-Shore operations, ઇન્ટર આઇસલેન્ડ ટ્રાન્સપોર્ટેશન, Connecting inaccessible areas, હેલીપીલગ્રિમેઝ ટુરિઝમ, Training & Skill Development, Customs and pipeline surveil- lance Casualty and rescue work, Charter services, જોઇરાઇડ, વીઆઇપી ટ્રાન્સપોર્ટેશન, ફિલ્મ શુટિંગ એન્ડ એરિયલ ફોટોગ્રાફી, ફાલ્વર ડ્રોપીંગ અને અન્ય Customised ser- vices. Heliport Services, MRO Services, HEMS. સેવાઓ પ્રદાન કરી રહી છે.

અમીબેન પરીખ બે દાયકાઓથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહિલા મોરચાના મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ સહીત જવાબદારીઓ નિભાવી ચુક્યા છે, જામનગર મ્યુનિસ્પિલ કોર્પોરેશનમાં મેયર તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચુક્યા છેતથા લોકસભા, રાજ્યસભા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન ના મજબૂતીકરણ અર્થ તેઓનું યોગદાન મહત્વપૂણે રહ્યું છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના સંયોજક, પ્રદેશ કારોબારી સભ્યની જવાબદારી નિભાવી રહ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે તેઓની કામગીરી નગરજનો માટે યાદગાર રહી હતી. જયારે તેમનીકેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અંતર્ગતની પવન હંસ કંપનીમાં સ્વતંત્ર ડાયરેકટર તરીકે અમીબેન પરીખની જવાબદારીને મળી છે.

અન્ય સમાચારો પણ છે...