તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડીરાત્રે સિનિયર કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર કરશન કરમુરે પરિવારવાદનો આક્ષેપ કરી ભાજપમાંથી રાજીનામું ધરી દીધુ છે.જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટમાંથી ઘણા સિનિયર કોર્પોરેટરોની ભાજપે બાદબાકી કરતા બળવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. મોડીરાત્રે સિનિયર કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુરે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.
કરશનભાઈ કરમુરે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મેં પણ મને ટિકિટ ન આપે તો મારા પરિવારમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ મારી માંગણી ન સ્વીકારી, બાકી બળવાખોરોના પરિવારોને ટિકિટ અપાઈ છે. એટલે હું ભાજપમાંથી રાજીનામું આપું છું. ચૂંટણીમાં ઉભો રહીશ કે નહીં તે હાલ નક્કી નથી.
સીધી વાત :કરશનભાઈ કરમુર, પૂર્વ ડે. મેયર
25 વર્ષથી કોર્પોરેટર છું, મેં પણ પરિવાર માટે ટિકિટ માંગી હતી. બળવાખોરોના પરિવારને ટિકિટ આપી, મારા પરિવારને નહીં એટલે મેં રાજીનામું આપી દીધુ છે.
વોર્ડ-9 : આયાતી ઉમેદવારોનો વિરોધ
ભાજપે વોર્ડ નં.9માં જાહેર કરેલી સત્તાવાર ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થતાંની સાથે જ ભડકો થયો હતો. ભાજપની યાદીમાં ધીરેનકુમાર પ્રતાપભાઈ મોનાણી અને નિલેશભાઈ કગથરાને આયાતી ઉમેદવાર ગણીને લોકોનું ટોળું ભાજપ કાર્યાલયે પહોંચી ગયું હતું અને જે લોકોને ઓળખતા નથી તેમજ આ વિસ્તારમાં રહેતા નથી તેને ટિકિટ આપી સ્થાનિક લોકોને અન્યાય કરવામાં આવ્યો છે તેવી ઉગ્ર રજૂઆત કરી કાર્યાલય ગજવી દીધુ હતું. લોકોના આક્રોશથી સ્થાનિક આગેવાનો પણ અચબિત થઈ ગયા હતા.
વોર્ડ-10 : પૂર્વ મેયરના પુત્રને ટિકિટ સામે રોષ
જામનગર શહેરના વોર્ડ નં.10 કે જે ભોઈવાડો, કડિયાવાડ વગેરે વિસ્તાર આવે છે તેમાં ભાજપે પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થને ટિકિટ આપવાની જાહેરાત કરતા જ સ્થાનિક લોકોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. ભાજપ કાર્યાલયે લોકોનું ટોળુ ઉમટી પડ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી પાર્થની ટિકિટનો ભારે વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભાજપ એક બાજુ પરિવારવાદમાં માનતું નથી, બીજી બાજુ પરિવારના સભ્યને ટિકિટની લ્હાણી કરે છે. મહિલાઓ અને લોકોના ટોળાથી ભાજપ કાર્યાલયમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.