તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ બળવાની આગ ફાટી નીકળી છે. ગુરૂવારે પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાજીનામું આપી શરૂઆત કર્યા બાદ શુક્રવારે વધુ બે વર્તમાન અને પૂર્વ શહેર પ્રમુખ તેમજ પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપી દેતાં ભાજપમાં ભાગાભાગીનો દોર શરૂ થઈ ગયો છે જે આગામી દિવસોમાં વધવાની સંભાવનાઓ છે.જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપે ઉમેદવારની ગુરૂવારે જાહેરાત કરતાની સાથે જ વિરોધ અને બળવાની આગ ફાટી નીકળી હતી.
ઠેર-ઠેર અસંતોષ અને ઉમેદવારો પ્રત્યે નારાજગી સપાટી પર આવી હતી. દરમિયાન મોડીરાત્રે 5 ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાત્રે રાજીનામું ધરી દીધુ હતું અને પાર્ટીને અલવિદા કરી આક્ષેપો કર્યા હતા. દરમિયાન શુક્રવારે સવારથી જ ભાજપમાં ફરી રાજીનામાનો દોર શરૂ થયો હતો.
વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારિયા તેમજ તેના પુત્ર પૂર્વ શહેર ઉપપ્રમુખ આશિષ કંટારિયાએ નારાજ થઈને રાજીનામા ધરી દીધા હતા જે પહેલા વોર્ડ નં.6ના લીગલ એડવાઈઝર ડાડુભાઈ ભારવડિયા અને પૂર્વ કોર્પોરેટર જયોતિબેન ભારવડિયાએ જે હાલ શહેર ભાજપ ઉપપ્રમુખ પણ છે તેણે પણ રાજીનામું ધરી દીધુ હતું. આમ, ભાજપમાં ભાગાભાગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હજુ પણ અનેકના રાજીનામા પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.
ભાજપને કોરોના ના નડે ? ફોર્મ ભરવાની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું..
જામનગરમાં કોરોના હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. આથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવી મહામારી શરૂ થઇ ત્યારે રાખતા તેટલી જ રાખવી જરૂરી છે. કોરોના વચ્ચે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ છે. ત્યારે જામનગર મનપાની બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર થયા બાદ શુક્રવારે ભાજપ દ્વારા પંચેશ્વર ટાવર પાસે આવેલી બ્રાહ્મણની વાડીમાં ઉમેદવારો માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ દરમ્યાન ઉમેદવારો અને કાર્યકતાઓની ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડયા હતાં.
પૂર્વ ડેપ્યુટી મેયર ‘આપ’માં જોડાયા
જામનગરમાં ગુરૂવારે રાત્રિએ ભાજપમાંથી સૌપ્રથમ રાજીનામું આપનાર પાંચ ટર્મથી ચૂંટાતા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે શુક્રવારે વિધિવત રીતે આપનો ખેસ પહેરી લીધો હતો. તેઓ વોર્ડ નં.5માંથી સતત 25 વર્ષથી ચૂંટાતા આવે છે તેમની આપમાંથી દાવેદારીના લીધે ચૂંટણી જંગ ભારે રસપ્રદ બનશે.
લીમડા લેન-ગુ્રૂદ્વારા વિસ્તારના લોકોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો
ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ લીમડા લેન અને ગુરૂદ્વારા વિસ્તાર જેમાં 7300થી વધુ મતદારો છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કાગળ લખી આ વિસ્તારના લોકોને કોઈ જ પ્રતિનિધિ ન આપવા બાબતે નારાજગી દર્શાવી ફેરવિચારણા કરવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં આયાતી ઉમેદવારના મામલે ગુરૂવારથી જ ભારે અસંતોષ છે.
પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને ટિકિટના દાવેદારે કોંગ્રેસનો ખેસ પહેર્યો
ભાજપથી નારાજગીનો દોર દિવસ દરમિયાન વણથંભ્યો ચાલુ રહ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર મનસુખ ખાણધર જે ટિકિટ ન મળવાથી નારાજ હતા તેમના પુત્ર પુનિતે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. બીજી બાજુ વોર્ડ નં.3ના ભાજપના ટિકિટના દાવેદાર હંસાબેન ત્રિવેદીએ પણ નારાજ થઈને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.]
અસંતોષને કારણે હજુ પક્ષ પલટાની શક્યતા
જામ્યુકોની બેઠક માટે ઉમેદવારોની જાહેર થયા બાદ ભાજપમાં અસંતોષના ચરૂ ઉકળી રહ્યાે છે અને શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજુ વધુ પક્ષ પલટાની શકયતા નકારી શકાતી નથી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.