વિલંબ / જામનગરમાં આત્મનિર્ભરના ફોર્મ 8 દિ’ મોડા આવશે

Form of self-reliance in Jamnagar will be delayed by 8 days
X
Form of self-reliance in Jamnagar will be delayed by 8 days

  • જિલ્લા સહકારી બેંક મિટિંગ બાદ નિર્ણય
  • અન્ય બેંકોનો 1 જૂન સુધી મુલતવીનો નિર્ણય
  • લોન યોજનાના ફોર્મ માટે અરજદારો ભારે ઉતાવળા
  • ફોર્મ ન મળતા ધરમધક્કા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:02 AM IST

જામનગર. આત્મનિર્ભર યોજનાના લોનના ફોર્મ માટે હજુ 8 દિવસ રાહ જોવી પડશે. કારણ કે, જિલ્લા સહકારી બેંક ગુજરાત રાજય સહકારી બેંક સાથેની મીટીંગ બાદ નિર્ણય કરશે, જયારે અન્ય સહકારી બેંકોએ 1 જૂન સુધી ફોર્મ વિતરણ મુલતવી રાખ્યું છે. આ દરમ્યાન લોન મેળવવા અરજદારો ઉતાવળા છે પણ બેંકોમાંથી ફોર્મ ન મળતા ધરમના ધકકા થઇ રહ્યા છે. કોરોના મહામારીના કારણે આર્થિક ઉપાર્જનની પ્રવૃતિને પ્રતિકૂળ અસર થતાં રાજય સરકારે આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ નાના વેપારી, મધ્યમ વર્ગની વ્યકિત, વ્યકિતગત કારીગરો અને શ્રમિકોને સહકારી બેંક મારફત રૂ.1 લાખની લોન આપવાની જાહેરાત કરી છે. જેના ફોર્મનું વિતરણ તા.21 થી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગની બેંકો અને ક્રેડીટ સોસાયટીઓએ નિયમોની આંટીધૂટીના બહાના બતાવી લોનના ફોર્મનું વિતરણ ન કરતાં અરજદારો નિરાશ થયા હતાં. આ દરમ્યાન લોનના ફોર્મ માટે અરજદારોએ હજુ 8 દિવસ રાહ જોવી પડશે. કારણ કે જિલ્લા સહકારી બેંક ગુજરાત રાજય સહકારી બેંક સાથેની મીટીંગ બાદ નિર્ણય કરશે, જયારે અન્ય સહકારી બેંકોએ 1 જૂન સુધી ફોર્મ વિતરણ મુલતવી રાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર યોજન હેઠળ લોનની જાહેરાત થતા મોટી સંખ્યામાં અરજદારો સામે આવ્યા છે.

31 ઓગષ્ટ સુધી ફોર્મ જમા કરાવાના હોય અરજદારો પાસે સમય છે
આત્મનિર્ભર યોજના હેઠળ સહકારી બેંકો મારફત લોનના ફોર્મ મળવાના હોય જામનગર  જિલ્લા સહકારી બેંક આગામી તા.26 ના ગુજરાત રાજય સહકારી બેંક સાથેની મીટીંગ બાદ નિર્ણય કરશે. જયારે અન્ય નાગરિક સહકારી બેંકોએ ફેડરેશનને આત્મનિર્ભર યોજનાના લોનના ફોર્મ અંગે મેઇલ કરી માર્ગદર્શન માંગ્યું છે અને આ દરમિયાન આગામી તા.1 જૂન સુધી લોનના ફોર્મનું વિતરણ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ યોજના અંતર્ગત અરજદારોએ 31 ઓગષ્ટ સુધી લોનના ફોર્મ સંબંધિત સહકારી બેંકોમાં જમા કરાવાના હોય હજુ ઘણો સમય હોવાથી અરજદારો ઉતાવળ ન કરે. -  એમ.એસ. લોખંડે, જામનગર જિલ્લા રજીસ્ટ્રાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી