નિરીક્ષણ:જામનગર જિલ્લામાં ગીધ શોધવા વનતંત્રની રઝળપાટ, બે દિવસમાં એકે’ય ન મળ્યું !

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ, લાલપુર, જામનગર, જામજોધપુરના જંગલમાં 25 ટીમોનું નિરીક્ષણ - Divya Bhaskar
ધ્રોલ, લાલપુર, જામનગર, જામજોધપુરના જંગલમાં 25 ટીમોનું નિરીક્ષણ
  • 2018ની ગણતરીમાં પણ ગીધ નહોતા મળ્યા
  • ધ્રોલ, લાલપુર, જામનગર, જામજોધપુરના જંગલમાં 25 ટીમોનું નિરીક્ષણ

જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા લુપ્ત થતાં ગીધ પક્ષીની ગણતરી કરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી ગણતરીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિત પક્ષીવિદો અને પ્રકૃતિ પ્રેમીઓની 25 ટીમે જામનગર, ધ્રોલ, લાલપુર, જામજોધપુર સહિતના જંગલ વિસ્તારોમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમાં એક પણ ગીધ જોવા મળ્યું ન હતું. 2018ની ગણતરીમાં પણ એવું જ થયું હતું. તેમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ગીધ પક્ષીની ગણતરીનું આયોજન કરાયું હતું.

જે અંતર્ગત જામનગર જિલ્લામાં તા.10 અને 11 રોજ પ્રકૃતિ પ્રેમી, પક્ષીવિદો અને ફોરેસ્ટ અધિકારીઓની 25 ટીમે જામનગર ધ્રોલ,લાલપુર, જામજોધપુર સહિત જિલ્લાના અન્ય જંગલ વિસ્તારમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જેમાં એક પણ ગીધ આ રેન્જમાં જોવા મળ્યું ન હતું. તેમ જામનગરના વન વિભાગના અધિકારીઓએજણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...