તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જામનગર મોંઘવારી મુદ્દે કૉંગ્રેસ દ્વારા સતત સાતમા દિવસે વિરોધ પ્રદર્શિત કરાયો, આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજ્યો

જામનગર17 દિવસ પહેલા
  • પેટ્રોલપંપ બહાર સહી ઝુંબેશ યોજી ભાવ વધારાનો વિરોધ કર્યો

જામનગરમાં મોંઘવારી મુદ્દે કૉંગ્રેસે આજે સતત સાતમા દિવસે પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શેરી નાટક થી લઈ ભાજપ કાર્યાલય બહાર રામધૂન સહિતના કાર્યક્રમો આપ્યા બાદ આજે કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સહી ઝુંબેશ હાથ ધરવામા આવી હતી.

પેટ્રોલ- ડીઝલ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કૉંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી આવી સરકારને ભાવ વધારો પાછો ખેચવા માગ કરવામા આવી છે. જેના ભાગરૂપે આજે સુભાષ બ્રિજ પર આવેલા પેટ્રોલ પંપ પાસે કૉંગ્રેસે સહી ઝુંબેશ હાથ ધરી મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો હતો.

બાદમાં ટાઉનહોલમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે જઈ કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક રીતે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...