તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂંફાડો વધ્યો:જામનગરમાં સતત બીજા દિવસે કોરોનાના 60 કેસ, 5 દર્દીના મોત

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરમાં 33 અને જિલ્લામાં 27 લોકો સંક્રમિત
 • ગ્રામ્ય વિસ્તારમાં મહામારી વકરી: તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

જામનગરમાં સતત બીજા દિવસે 24 કલાકમાં કોરોનાના 60 પોઝિટિવ કેસ નોંધાયા છે તો 5 દર્દીના મોત નિપજયા છે. શહેરમાં 33 અને જિલ્લામાં 27 લોકો સંક્રમીત થયા છે. 40 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં મહામારી વકરી છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં તો લોકો બેફીકર બન્યા છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ આગની જેમ ફેલાઇ રહ્યું છે. જેના કારણે પોઝિટિવ કેસ અને મૃત્યુદરમાં ધરખમ વધારો થયો છે. શહેર-જિલ્લામાં ગુરૂવારે 60 પોઝિટિવ કેસ અને 6 દર્દીના મોત નિપજયા હતાં. કોરોનાનો પ્રકોપ ઘટવાને બદલે વધતા સતત બીજા દિવસે શહેરમાં 33 અને જિલ્લામાં 27 મળી કુલ 60 કેસ નોંધાયા હતાં. કોરોના વોર્ડમાં 24 કલાકમાં 5 દર્દીના મોત નિપજયા હતાં. શહેરમાં 29 અને જિલ્લામાં 11 મળી કુલ 40 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતાં.

શહેરમાં 10 દિ’ માં 226 કેસ, રૂ.146900 દંડની વસૂલાત
જામનગર શહેરમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાંની જેમ ચૂંટણી બાદ કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમના અમલીકરણ માટે ખાસ ટુકડીઓ બનાવી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત મનપાએ 22 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં શહેરમાં માસ્કના 93 અને સોશિયલ ડિસ્ટનસ ભંગના 133 કેસ કરી રૂ.146900 દંડની વસૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો