તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 તાલુકામાં મેઘરાજા વરસ્યા:હાલારમાં સતત બીજા દિવસે વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું, પણ મોટાભાગના ડેમ હજુ પણ ખાલી !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા,ભાણવડ, લાલપુરમાં વધુ પોણા બે,જોડીયામાં સવા,કાલાવડ-જામજોધપુરમાં એક-એક અને ધ્રોલમાં અડધો ઇંચ
  • જામનગર-દ્વારકામાં સાર્વત્રિક બેથી 8 ઇંચ સુધીના ધીંગા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર: કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકને ફાયદો
  • કલ્યાણપુરમાં સવા ત્રણ ઇંચ, દ્વારકામાં ત્રણ ઇંચ

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ગુરૂવારે પણ મેઘમુકામ યથાવત રહયો હતો જેમાં કલ્યાણપુરમાં વધુ સવા ત્રણ,દ્વારકામાં ત્રણ ઇંચ તો ખંભાળિયા,ભાણવડ અને લાલપુરમાં પોણા બે ઇંચ જેટલુ પાણી વરસ્યુ હતુ.જયારે અન્યત્ર અડધાથી એક ઇંચ જેટલા વરસાદથી જનજીવન ખુશખુશાલ થયુ છે.

કલ્યાણપુર પંથકને સતત બીજા દિવસે પણ ધમરોળતા મેઘરાજાએ ગુરૂવારે સાંજ સુઘીમાં વધુ સવા ત્રણ ઇંચ જેટલુ પાણી ઠાલવી દિઘુ હતુ.ભાટીયા પંથકમાં પણ ઘીંગો વરસાદ વરસ્યો હોવાના વાવડ છે.દ્વારકામાં ગુરૂવારે પરોઢીયે મંડાયેલા વરસાદે સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ જેના પગલે માર્ગો પર પાણી વહેતા થયા હતા.

ખંભાળીયા,ભાણવડ અને લાલપુરમાં બુધવારે મોડી રાત્રીથી ગુરૂવાર બપોર સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો.જયારે જોડીયામાં મેઘરાજા વરસતા સવાર સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.જામજોધપુર અને કાલાવડમાં એક-એક ઇંચથી વધુ પાણી વરસ્યુ હતુ.જયારે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

સમાણામાં સાડા છ ઈંચ વરસાદ
જામનગર જિલ્લામાં બુધવારે શરૂ થયેલી મેઘસવારીએ ગુરૂવાર સુઘી મુકામ કરતા સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક સુધીમાં સમાણામાં 162 મીમી જયારે શેઠ વડાળામાં 155 મીમી,ફલ્લામાં 50 મીમી, અલીયાબાડામાં 65 મીમી, હડીયાણામાં 52 મીમી,બાલંભામાં 80 મીમી,પીઠડમાં 55 મીમી, લતીપુરમાં 68 મીમી, લૈયારામાં 60 મીમી, ભ.બેરાજામાં 50 મીમી, નવાગામમાં 55 મીમી, જામવાડીમાં 59 મીમી, વાંસજાળીયામાં 71 મીમી, ધુનડામાં 78 મીમી, ધ્રાફામાં 65 મીમી, પરડવામાં 60 મીમી, પીપળટોડામાં 62, પડાણામાં 67 મીમી, ભણગોરમાં 76 મીમી, મોટા ખડબામાં 85 મીમી અને ડબાસંગમાં 63 મીમી સહિત અન્ય સ્થળોએ એકથી બે ઇંચ વરસાદ નો઼ધાયો હતો.

ખંભાળિયા અને કલ્યાણપુર પંથક બાદ ભાણવડ-દ્વારકામાં પણ હળવી ભારે મેઘકૃપા વરસી હતી.ખાસ કરીને ધીમીધારે વરસતા વરસાદને કારણે પાકને ખૂબ જ ફાયદો થશે અને નવજીવન મળશે.દ્વારકા પંથકમાં મુરઝાતી મોલાતને ખરા સમયે મેઘરાજાની કૃપા થતા નવજીવન મળ્યું છે. જેને લઈ જગ તાતમાં ખુશી છવાઈ છે. લગભગ દોઢ માસના લાંબા વિરામ બાદ મંગળવારે મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયા બાદ સતત બે દિવસ સુઘી જિલ્લામાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ પંથકમાં 14માંથી 9 જળાશયો હજુ તળિયાઝાટક
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત જળાશયો હજુ તળિયા ઝાટક છે. મુશળધાર વરસાદ ન થવાથી જળાશયોમાં પાણીની ખાસ આવક નોંધાઇ નથી. તા.1લી સપ્ટેમ્બરની સ્થિતિએ જિલ્લાના મુખ્ય 14 ડેમો માંથી 9 ડેમો હાલ તળિયા ઝાટક છે.

વેરાડી, શેઢા ભાડથરી, ગઢકીમાં તળિયા દેખાય છે

ક્રમડેમકુલ ઉંડાઈ (ફૂટમાં)જથ્થો (ફૂટમાં)
1વર્તુ-226.862.26
2સાની11.81

--

3વેરાડી-116.89--
4વેરાડી-225.582.79
5મીણસર20.66--
6વર્તુ-122.9918.04
7કબરકા14.9213.45
8સોનમતી21.32--
9શે. ભાડથરી14.76--
10ઘી20.013.77
11ગઢકી16.07--
12સિંઘણી10.99--
13કંડોરણા12.79--
14મહાદેવીયા12.46--

​​​​​​​

દ્વારકા જિલ્લામાં જળાશયોની તા.1/9ની સ્થિતિએ ડેમોની સપાટી

અન્ય સમાચારો પણ છે...