વીજચોરોમાં ફફડાટ:સતત બીજા દિવસે વીજ ચેકીંગ, વધુ 17 લાખની ચોરી ઝડપાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરબારગઢ,ખોજા નાકા સહિતના વિસ્તારોમાં ટીમો ત્રાટકી
  • 492 વીજ કનેક્શન માંથી 92 કનેકશનમાં ગેરરીતિ મળી

જામનગરમાં સતત બીજા દિવસે પણ વીજ તંત્રની 32 ટુકડીઓ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 492 વીજ કનેક્શનના ચેકિંગ દરમિયાન 92 વીજ કનેકશન માંથી રૂ.17.50 લાખની ચોરી ઝડપાઈ હતી. જામનગરમાં વકરી ગયેલા વીજ ચોરીના દૂષણને દૂર કરવા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી.કે. પટેલની સૂચનાથી શહેર અને જિલ્લામાં શરૂ કરાયેલી કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત સતત બીજા દિવસે એટલે કે મંગળવારે વિજતંત્રની 33 ટીમો દ્વારા જામનગર સર્કલ હેઠળ આવતા સેન્ટ્રલ ઝોન,દરબારગઢ, સાત રસ્તા ઝોન હેઠળના રંગુનવાલા હોસ્પિટલ, બંગલાવાડી વિસ્તાર, ખોજા નાકા, ધરારનગર, નવાગામ ઘેડ તથા ભીમવાસ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી કુલ 492 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી 92 વીજ કનેકશન માંથી કુલ રૂ.17.50 લાખની ચોરી ઝડપાઈ હતી.

વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 20 જેટલા સ્થાનિક પોલીસ અને 15 જેટલા એસઆરપી જવાનો સાથે રાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવા માટે 3 વિડીયો શુટરો પણ સાથે રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વીજ તંત્ર દ્વારા 23 લાખની વીજ ચોરી ઝડપી લીધા બાદ મંગળવારે પણ વહેલીસવારથી જ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...