તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છેલ્લા દોઢ વર્ષથી 16 ટ્રેન બંધ હાલમાં કુલ 11 ટ્રેન જ ચાલુ છે

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહામારીના કારણે ટ્રેનના ટાઈમ ટેબલમાં સતત ફેરફાર
 • સૌરાષ્ટ્ર મેલ સપ્તાહમાં 4 દિવસ દોડાવવામાં આવી રહી છે

કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી પશ્ચિમ રેલવે દ્વારા જામનગરથી ઉપડતી અને સંલગ્ન 16 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. બીજી બાજુ કોરોનાના વધતા જતા કેસ અને મુસાફરોની ઘટતી સંખ્યાને કારણે 20 ટ્રેનના સમયમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો અમુક ટ્રેન રદ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં વર્તમાન સ્થિતિને ઘ્યાનમાં રાખીને અમુક ટ્રેનોને ટૂંકવામાં આવી છે. રાજયમાં કોરોનાની એન્ટ્રી બાદ વર્ષ-2020 માં 23 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન લાગુ થતા તમામ ટ્રેનો રદ થઈ હતી.

જે બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં, કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સમયાંતરે ફેરફાર અને મહામારીના કારણે મુસાફરોની સંખ્યા ઘટતા પશ્ચિમ રેલવે દ્વારા સમયાંતરે ટ્રેન રદ કરીને પરિસ્થિતિ અનુકૂળ થતાં ફરી ચાલુ કરવામાં પણ આવી છે. તેમાં જામનગરથી ઉપડતી અને સંલગ્ન થતી ટ્રેનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જામનગરથી ઉપડતી જામનગર-બરોડા ઇન્ટરસિટી, ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ, પોરબંદર-દિલ્હી એક્સપ્રેસ, હાપા-મુંબઈ દુરન્તો, પોરબંદર - કોચુવેલી સમયાંતરે ચાલુ અને બંધ કરવામાં આવી રહી છે. જયારે સૌરાષ્ટ્ર મેલ અઠવાડિયામાં રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર ચાર દિવસ દોડાવવામાં આવી રહી છે.

અત્યારે આટલી ટ્રેનો દોડી રહી છે

 • ઓખા-ગોરખપુર
 • પોરબંદર-સિકંદરાબાદ
 • ઓખા-તુતીકોરીન
 • જામનગર-કટરા
 • ઓખા-અર્નાકુલમ
 • ઓખા-રામેશ્વરમ
 • ઓખા-હાવડા-પોરબંદર
 • ઓખા-મુંબઈ સેન્ટ્રલ
 • ઓખા-દહેરાદુન
 • ઓખા-પુરી
 • પોરબંદર-મુઝફ્ફરપુર

સદતંર બંધ ટ્રેનની ફેકટફાઇલ

 • ઓખા-વિરમગામ
 • પોરબંદર-રાજકોટ
 • જામનગર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
 • ઓખા-સોમનાથ એક્સપ્રેસ
 • ઓખા-અમદાવાદ ફાસ્ટ પેસેન્જર
 • ઓખા-ભાવનગર
 • ઓખા-જયપુર
 • જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ
અન્ય સમાચારો પણ છે...