કોરોના બેકાબૂ:પ્રથમ વખત શહેર કરતા વધુ કોરોનાના કેસ જિલ્લામાં નોંધાયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુદરમાં ઘટાડાથી રાહત, 2 દર્દીના મોત
  • એક દી’ માં 15 કેસ સામે 40 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં કોરોનામાં મૃત્યુદરમાં ઘટાડાથી રાહતને કારણે 24 કલાકમાં 2 દર્દીના મૃત્યુ નિપજયા છે. જયારે પ્રથમ વખત શહેર કરતા જિલ્લામાં એક દિવસમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારે 15 પોઝિટિવ કેસ સામે 40 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે.

દિવાળી ટાંકણે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના સંક્રમણ અને મૃત્યુદરમાં ઘટાડો યથાવત રહેતાં લોકોની સાથે તંત્રએ રાહતનો દમ લીધો છે. રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફકત 2 દર્દીના મોત નિપજયા છે. જયારે સોમવારે શહેરમાં 7 તો જિલ્લામાં 8 મળી કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 27 અને જિલ્લામાં 13 મળી કુલ 40 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...