જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાની આખરે કાલે વરણી થશે. મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાનુશાળી સમાજમાંથી વિપક્ષ નેતા તરીકે ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી છે. અતિયાર સુધી કયારે પણ ભાનુશાળી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ વિપક્ષ નેતા બન્યા નથી.
જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના 11 સભ્યો છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જે તે વખતે પત્ર લખવામાં આવ્યો હતો કે, વર્ષ 2021માં એક વર્ષ માટે વિપક્ષ નેતા તરીકે આનંદ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડિસેમ્બર 2022ના અંતથી એક વર્ષ માટે વિપક્ષ નેતા તરીકે ધવલ નંદાની નિમણૂક કરવામાં આવશે. તેવો પત્ર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને લખવામાં આવ્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 13 ના નગરસેવક ધવલ નંદાની નિમણૂક કાલે થશે. ધવલ નંદા વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી એકમાત્ર ચૂંટાયેલા નગર સેવક છે. વોર્ડ નંબર 13 ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે વોર્ડ માંથી એકમાત્ર કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ધવલ નંદા જીત્યા હતા, જેઓ 2023 ડિસેમ્બરના અંત સુધી વિપક્ષ નેતા તરીકે રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.