તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:જામનગરના આંગણે પ્રથમવાર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ઔષધિનો શક્રસ્તવ મહાભિષેક કરાયો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં નકારાત્મકતા દૂર કરવા રકતચંદન, અગરચંદન સહિતની ઔષધિનો ઉપયોગ

જામનગરમાં 45-દિગ્વિજય પ્લોટમાં આવેલા જૈન સંઘના આંગણે હર્ષકીર્તિ મ.સા., હેમહર્ષ મ.સા.ની નિશ્રામાં પ્રથમ વખત શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો શક્રસ્તવ મહાભિષેક યોજાયો હતો. કોરોના મહામારીમાં નકારાત્મકતા દૂર કરવા ભગવાનને મહાભિષેકમાં રકતચંદન, અગરચંદન સહિતની સર્વોષઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાભિષેકના દર્શન અને શ્રવણનો મોટી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવિકાઓએ લાભ લીધો હતો. મહાભિષેકમાં સાધુ ભગવંતો સ્ત્રોતપાઠ બોલ્યા હતાં.

વર્ધમાન શક્રસ્તવ એટલે પરમાત્માના 273 ગુણ છે. આ ગુણ બોલતા બોલતા અખંડ અભિષેક કરાયો હતો. આ પ્રસંગે હર્ષકીર્તિ મ.સા.એ પ્રવચનમાં જણાવ્યું હતું કે, જયારે પરમાત્માનો જન્મ આદિ પાંચ કલ્યાણક થયો ત્યારે ઇન્દ્ર મહારાજા આ શક્રસ્તવ બોલ્યા હતાં. આધિ-વ્યાધિ અને ઉપાધિને દૂર કરનારાર અને શાંતિ-સુખ આપનારા આ શક્રસ્ત્વને સાંભળવા મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતાં. શહેરમાં પ્રથમ વખત શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને શક્રસ્ત્વ મહાભિષેક કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...