ભાસ્કર બ્રેકિંગ:ઈતિહાસમાં પહેલીવાર રાજ્યની અડધો અડધ આયુર્વેદ કોલેજોનાં જોડાણ રદ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિ.ના નિર્ણયથી હડકંપ, રાજ્યને 540 આયુર્વેદ બેઠકનું નુકસાન

જયરામ મહેતા
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ ચાલુ વર્ષે રાજ્યની નવ કોલેજોના જોડાણ એક સાથે રદ કરી દીધાં છે. જેમના એફિલિએશન રદ થયા છે તેમાં ગાંધીનગર, વડનગર, વિસનગર, રાજકોટ, મહીસાગર અને પંચમહાલની આયુર્વેદ કોલેજો છે. ઇતિહાસમાં પહેલીવાર આટલી બધી કોલેજોનાં જોડાણ એકસાથે રદ થયાં છે. આયુર્વેદ યુનિવર્સિટીના આ પગલાંથી ગુજરાતની 540 આયુર્વેદ બેઠક ઘટી ગઇ છે, જેથી રાજ્યભરના શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

સામાન્ય રીતે જોડાણ રદની પ્રક્રિયામાં પહેલા યુનિવર્સિટી ક્વેરી આપે, તેનું હિયરિંગ થાય અને પછી કોલેજ ઇચ્છે તો બોર્ડ ઓફ ગવર્નન્સ પાસે અપીલમાં પણ જઈ શકે. બાદમાં આ અંગે આખરી નિર્ણય લેવાતો હોય છે, પરંતુ આ વખતે જે નવ કોલેજોનું જોડાણ રદ કરાયું છે તેમને ક્વેરીની સાથોસાથ જ જોડાણ રદ કરાયું હોવાનો પત્ર પાઠવી દેવાતા હોબાળો મચી ગયો હતો. જોકે, યુનિવર્સિટીને ભૂલ સમજાતા બાદમાં હિયરિંગનું નાટક પણ કરાયું છે.

ગુજરાતમાં 23 આયુર્વેદ કોલેજ છે, જે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન છે. આ કોલેજોએ દર વર્ષે આયુર્વેદ યુનિવર્સિટી સાથે જોડાણ પ્રક્રિયા કરવાની હોય છે. તેમાં યુનિવર્સિટી તેના નોર્મ્સને ધ્યાનમાં રાખી એફિલિએશન ફી લઈને જોડાણ આપતી હોય છે. આ વર્ષે પણ એ જ પ્રક્રિયા કરાઈ, પરંતુ યુનિવર્સિટીએ તો 23માંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા. જોકે, પાછળથી ભાવનગર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજને એફિલિએશન આપી દેવાયું, પરંતુ રાજ્યની બાકીની નવ કોલેજોને જોડાણ આપવાનો ઇનકાર કરાયો અને આ કોલેજોમાં બેથી માંડીને 80 ક્વેરી કઢાઇ. એક કોલેજને તો સેન્ટ્રલની મંજૂરી મળી ગઈ હોવા છતા તેનું જોડાણ પણ યુનિવર્સિટીએ રદ કરી દીધું. રાજ્યભરની આટલી બધી કોલેજો પર એકસાથે કોરડો વિંઝાતા આયુર્વેદિક કોલેજોમાં હડકંપ મચી ગયો છે.

રાજ્યની આ 9 આયુર્વેદ કોલેજોના એફિલેશન રદ કરાયા...

 1. બચુભાઈ ગોવિંદભાઈ ગેરૈયા
 2. આયુર્વેદ કોલેજ, રાજકોટ
 3. ધન્વંતરી આયુર્વેદ કોલેજ, મહીસાગર
 4. ઇવા આયુર્વેદ કોલેજ, સુપરડી, રાજકોટ
 5. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ, રાજકોટ
 6. જય જલારામ આયુર્વેદ કોલેજ,
 7. શિવપુરી, પંચમહાલ
 8. મુરલીધર આયુર્વેદ કોલેજ, રાજકોટ
 9. બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય,
 10. લોદરા, ગાંધીનગર
 11. મર્ચન્ટ આયુર્વેદ કોલેજ, વિસનગર
 12. વસંત પરીખ આયુર્વેદ કોલેજ, વડનગર

એફિલિએશન ફી પણ પાંચ ગણી કરી અને એજ્યુકેશનમાં પણ જીએસટી લગાવ્યો!
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એફિલિએશન ફી રૂ. 1 લાખ હતી, જે પાંચ ગણી વધારીને રૂ. પાંચ લાખ કરી દેવાઈ છે. એટલું જ નહીં, તેમાં 18% જીએસટી સહિત રૂ. 5.90 લાખ ભરવાના થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો એજ્યુકેશન પર કોઈ પ્રકારનો જીએસટી લેતી નથી પણ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિ.એ હવે એજ્યુકેશનમાં પણ જીએસટી લેવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...