કલેકટરને આવેદન:‘લમ્પી વાયરસથી મૃત પશુઓ માટે રૂા. 50,000ની સહાય જાહેર કરો’

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવ્યું
  • રસીકરણ ઝડપી બનાવી મહામૂલા પશુધનને બચાવવા માંગ

રાજયભરમાં લમ્પી વાયરસથી મૃત પશુઓ માટે રૂ.50000ની સહાય જાહેર કરવા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. રસીકરણ ઝડપી બનાવી મહામૂલા પશુધનને બચાવવા માંગણી કરાઇ છે. જામનગર

જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, લમ્પી વાયરસના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. આ સ્થિતિમાં પણ લક્ષ્યાંક પૂર્ણ કરવા વેક્સિનના બદલે પાણીના ઇન્જેકશન પશુને આપવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ વેક્સિનનો જથ્થો અપૂરતો હોય પશુધન મોતને ભેટી રહ્યું છે. આથી તાકીદે રસીનો જથ્થો ફાળવવો જરૂરી છે. લમ્પીથી મૃત્યુ પામેલા પશુઓ માટે રૂ.50000 ની સહાય જાહેર કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...