દરોડા:હાપા યાર્ડની અંદરના ગોડાઉનોમાં ફૂડ શાખા ત્રાટકી, 580 કીલો ફળનો નાશ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મીઠાઇ, ફરસાણ, દૂધની ડેરીને સોશિયલ ડીસ્ટન્સની સૂચના

માર્કેટ યાર્ડમાં મનપાની ફૂડશાખાએ દરોડા પાડી સડેલા અને બગડેલા 580 કીલો ફળનો નાશ કરાયો હતો. જેમાં 7 વેપારી ઝપટે ચડયા હતાં. ગોડાઉનમાં ફળોનો સંગ્રહ કરાયો હતો. તદઉપરાંત 30 મીઠાઇ, ફરસાણ, દૂધની ડેરીને સોિશયલ ડીસ્ટન્સ જાળવવા સૂચના આપવામાં આવી હતી.

સાત વેપારીઓ ઝપટે ચડયા: ગોડાઉનોમાં ફળોનો સંગ્રહ કરાયો હતો 
જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા હાપા માર્કેટ યાર્ડમાં કેરીના ગોડાઉન અને ફળના વેપારીઓ પર દરોડા પાડી ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અફઝલ નુરમામદભાઈ  ત્યાંથી ૩૦ કિલો અખાદ્ય મોસંબી, ચિરાગભાઈ (દાડમ-કેરીવાળા)ને ત્યાંથી ૫૦ કિલો સડેલા અને બગડેલા દાડમ, સમીરભાઈના કેરીના ગોડાઉનમાંથી ૧૫૦ કિલો કેરી, કેશુભાઈના કેરીના ગોડાઉનમાંથી ૧૫૦ કિલો કેરી, જગદીશભાઈ નાગપાલના કેરીના ગોડાઉનમાંથી ૫૦ કિલો કેરી, ઈરફાનભાઈના કેરીના ગોડાઉનમાંથી ૫૦ કિલો કેરી અને સુનિલભાઈના ગોડાઉનમાંથી ૧૦૦ કિલો દાડમનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત મીઠાઈ ફરસાણ અને દૂધ વિક્રેતાની ૩૦ પેઢીને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમની અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...