• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Food Branch Patawalo In Jamnagar For Rs.500 And Land Survey Officer In Patan For Rs. Rangehath Was Caught Taking A Bribe Of Rs 10,000

લાંચિયાં કર્મીઓ પર ACBની તવાઇ:પાટણની જમીન દફતર મોજણી કચેરીનો સર્વેયર 10 હજારની અને જામનગર ફૂડ શાખાનો પટ્ટાવાળો 500ની લાંચ લેતાં ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં ફૂડ લાયસન્સ મેળવવા માટે પટ્ટાવાળાએ રૂપિયા 500ની લાંચની માગણી કરી હતી
  • પાટણમાં અધિકારીએ સર્વે કરેલી જમીનની શીટ તૈયાર કરવા માટે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી

સરકારી લોકો ઘણી વાર લાંચ લેતા પકડાતા હોય છે. ત્યારે આજે એસીબીની ટ્રેપમાં બે જિલ્લામાંથી અલગ અલગ બે સરકારી કર્મચારીઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. પાટણમાં માલિકીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા સારું ભાડેથી આપવાની અરજીમાં તપાસ અર્થે આવેલો સર્વેયર અધિકારી રૂ. 10 હજારની અને​​ જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂ. 500ની લાંચ લેતાં ઝડપાયો છે.

પાટણમાં ફરીયાદીએ પોતાના ગામની સંયુકત માલિકીની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા માટે ભાડેથી જમીન આપવાની હોવાથી જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ અર્થે આવેવા સર્વેયર અધિકારીએ સર્વે કરેલી જમીનની શીટ તૈયાર કરવા માટે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરીયાદ કરતાં આજે એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં આરોપી ફરીયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.

ફૂડ વિભાગનો પટ્ટાવાળો ડાયા કરશન હુણ
ફૂડ વિભાગનો પટ્ટાવાળો ડાયા કરશન હુણ

બીજી ઘટનામાં ​​​​​જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની એસીબીને મળેલી ફરિયાદના આધારે રાજકોટ મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિકને મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500ની લાંચ માંગી હોવાની જાણના આધારે આજે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એસીબીની ટીમે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ-4ના કર્મચારીને રૂ.500ની લાંચ લેતાં રગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...