ચેકિંગ:જામનગરમાં ફૂડ શાખા નામાંકિત રેસ્ટોરન્ટો, ફાસ્ટફૂડ, ખાણીપીણીની દુકાનોમાં ત્રાટકી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને તપાસણી કરાઇ : અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરાયો
  • કડક ચેતવણી અને નોટિસ ફટકારવામાં આવી તેમજ નમૂના લેબોરેટરીમાં મોકલાયા : આઇસ ફેકટરી પર પણ સઘન ચેકિંગ

જામનગર મહાનગરપાલિકાનું ફૂડ શાખા તહેવારોને લઇને હરકતમાં આવ્યું છે અને શહેરમાં ચાલતા નામાંકીત રેસ્ટોરન્ટો, મીઠાઇની દુકાનો અને આઇસ ફેકટરીઓ પર ચેકિગ હાથ ધરી તાકીદ કરવામાં આવી તેમજ અમુકને નોટિસ ફટકારવામાં આવી, જયારે બે સ્થળોએ ખાદ્ય નમુના લઇ પરીક્ષણ માટે વડાેદરા મોકલવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં ચાલતા રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાદ્ય સામગ્રીઓ નીતી નિયમ મુજબ આપવામાં આવી રહી છે કે નહી તેમજ તહેવારોમાં તેની ગુણવતા જાળવવામાં આવે છેકે, નહી તે બાબતે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને તપાસણી કરવામાં આવી હતી.

જેમાં 29 જેટલા રેસ્ટોરન્ટો, ફાસ્ટ ફૂડ અને ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ કરી સાફ-સફાઇ, સ્વચ્છતા જાળવવી, હાઇઝેનીક કન્ડીસન મેઇન્ટેન્ટ કરવી, ખોરાક ઢાકીને રાખવા, વાંસી ખોરાક ન રાખવા અંગેની તાકીદ કરવામાં આવી હતી તેમજ ત્રણબતી, બેડેશ્વર વિસ્તારમાં આવેલી 4 આઇસ ફેકટરીઓમાં ઇન્સ્પેકશન કરી પાણીમાં સુપર કલાેરીનેશન કરવંુ, ટાંકાની નિયમિત સફાઇ કરવી વગેરે જેવી જરૂરી સૂચના આપી નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઇન્દીરા માર્ગ પર આવેલા ગોરસ ડેરી ફાર્મમાંથી ચોકલેટ માવા મોદક અને અક્ષર સ્વીટ એન્ડ ફરસાણમાંથી ચુરમાના લાડુના નમુના લઇ તેમને પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. આમ તહેવારોમાં જ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરભરમાં સપાટો બોલાવી દીધો છે.

આ પેઢીમાં ચેકિંગ કાર્યવાહી કરાઇ
ઢોસા હાઉસ (યોગી ફૂડસ)
ઝાયકા રેસ્ટોરન્ટ
પરિવાર રેસ્ટોરન્ટ
એમટુએમ રેસ્ટાેરન્ટ
ભોલા પંજાબી ધાબા
ઠાકર રેસ્ટોરન્ટ
ફ્રેન્ડસ ફૂડ રેસ્ટોરન્ટ
ખેતલા આપા ટી સ્ટોલ
શ્રી નાથજી ફેન્સી ઢોસા
સરદાર ડાઇનીંગ હોલ
ડી.સી. ભજીયા
ન્યુ ગજાનંદ રેસ્ટોરન્ટ
પીટર ઝોન પિઝઝા
બેઠક રેસ્ટોરન્ટ
હોટલ કલ્પના
મદ્રાસ હોટલ
ખોડીયાર હોટલ (ચા-પાણી)
ભાગ્યોદય રાજપુતાના લોજ
લક્ષ્મી નાસ્તા ભુવન
ગોર ફરસાણ માર્ટ
બ્રાહ્મણીયા ડાયનીંગ હોલ
ઝમઝમ રેસ્ટોરન્ટ
હોટલ કલાતીત
આતિથ્ય રેસ્ટોરન્ટ
હોટલ આરામ
સાઇ ફાસ્ટફૂડ
સ્વર્ગ ફૂડ ઝોન
યુ.એસ. પીઝઝા
મહાવીર આઇસ્કીમ
ગોરસ ડેરી ફાર્મ
અક્ષર સ્વીટ એન્ડ ફરસાણ

જામનગર શહેરની આઇસ ફેકટરી
સાધના આઇસ ફેકટરી-ત્રણબતી
ઓનેસ્ટ આઇસ ફેકટરી-બેડેશ્વર
આઝાદ આઇસ ફેકટરી-બેડેશ્વર
અલરજા આઇસ ફેકટરી-બેડેશ્વર

અન્ય સમાચારો પણ છે...