જળપ્રલય:ફૂલઝર, રંગમતી નદીમાં પૂરથી ઓવરફલો થયેલા રણજીતસાગરના પાણીએ જામનગરમાં તારાજી સર્જી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નીચાળવાળા વિસ્તારો જળબંબાકાર થતાં ઘરવખરીને ભારે નુકસાન

જામનગર જિલ્લામાં રવિવારે રાત્રીના ભારે વરસાદના કારણે ફૂલઝર અને રંગમતી નદીમાં પૂરના કારણે શહેરને પાણી પુરૂં પાડતો રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં રંગમતી અને નાગમતી નદીમાં પૂર આવતા શહેરના નીચાળવાળા વિસ્તારો જળબંબાકાર થતાં ઘરવખરીને ભારે નુકસાન થતાં તારાજી સર્જાઇ છે. રણજીતસાગર ચાર કલાક 8.5 ફૂટ ઓવરફલો થતાં શહેરને પાંચ મહિના ચાલે તેટલું પાણી વહી ગયું હોવાનું જામ્યુકોના વોટરવર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

શહેરને પાણી પૂરૂં પાડતો રણજીતસાગર ડેમ સોમવારે સવારે ઓવરફલો થયો હતો. જિલ્લામાં રવિવારે રાત્રીના અનરાધાર વરસાદથી ફૂલઝર-1 અને રંગમતી નદીમાં પૂર આવતા રણજીતસાગર ડેમ છલકાયો હતો. પાણીનું લેવલ સતત વધતા ચાર કલાક સુધી 8.5 ફુટથી ડેમ ઓવરફલો થતાં આ પાણી રંગમતી-નાગમતી નદીમાં આવતા બંને નદીમાં પૂર આવ્યા હતાં. જેના કારણે શહેરના નાગેશ્વર, પટેલપાર્ક પાછળ, રામેશ્વરનગર, નવાગામ, રણજીતસાગર રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વ્યાપક નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...