કામગીરી:જામનગર મહાનગરપાલિકામાં ફલડ કંટ્રોલ રૂમ ખુલ્લો મુકાયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજા માટે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક નંબર પણ જાહેર કરાયા

જામનગર મહાપાલિકાનું તંત્ર પ્રિમોન્સુન કામગીરીમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે, અને મહાનગરપાલિકાની કચેરી માં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિતના પ્રશ્નો નું ઝડપભેર નિરાકરણ લાવવા જામનગર મહાનગર પાલિકાનું તંત્ર વધુ સજ્જ બન્યું છે, અને બુધવારથી મહાનગરપાલિકાની કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોટાપાયે પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે, સાથોસાથ રંગમતી-નાગમતી નદીની પણ સફાઇ થઇ રહી છે. ત્યારે ચોમાસાની ઋતુ નજીક આવી ગઈ હોવાથી લોક ફરિયાદનું ઝડપી અને ત્વરિત નિવારણ લાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયો છે.

ચોમાસામાં તકલીફ માટે નીચે મુજબના નંબરનો સંપર્ક કરવો
0288-2770515 ફ્લડ કંટ્રોલ રૂમ
0288-2672208 ફાયર કંટ્રોલ રૂમ
મો.9099824101 ફ્લડ કંટ્રોલ રૂમ
મો.9099112101 ફ્લડ કંટ્રોલ રૂમ
ભારે વરસાદ, પાણી ભરાવવું, ઝાડ પડવા, વાવાઝોડા વગેરેની પરિસ્થિતિએ ફ્લડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...