ફરિયાદ:જામનગરના મોટી ખાવડી નજીકની ખાનગી કંપનીમાંથી દાણા ભરેલી ટ્રક લઇ ચાલક ફરાર

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 40.50 લાખના દાણા ભરી ટ્રક હરિયાણાના હાંસી તરફ રવાના થયો હતો
  • નિયત સ્થળે ન પહોચતા ટ્રાન્સપોર્ટર દ્વારા દિલ્લીના ચાલક સામે ફરિયાદ

જામનગર નજીકના મોટીખાવડી ગામે આવેલી ખાનગી કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરી રવાના થયેલી ટ્રક હરિયાણામાં નિયત સ્થળે નહી પહોચાડી ચાલકે રૂપિયા 40 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ જામનગર નજીક આવેલા મોટી ખાવડી નજીકની ખાનગી કંપની જે-3 પ્‍લાન્‍ટમાંથી તાજેતરમાં (HR-46-D-7248)નંબરની ટ્રક પ્લાસ્ટીકના દાણા ભરી રવાના થઇ હતૂ. રૂપિયા 40 લાખ 50 હજાર 655ની કિંમતના 33 ટન પ્લાસ્ટિકના દાણા ભરી હરિયાણાના હાંસી ખાતે આવેલી ધ સુર્યા ઇન્ડસ્ટ્રીઝમાં ખાલી કરવા રવાના થયેલી ટ્રક પાંચ-છ દિવસ બાદ પણ નિયત સ્થળે પહોચી ન હતી.

આ બનાવ અંગેપ્રેમ કુમાર દલાલ રામેશવર દલલા નામના ટ્રાન્સપોર્ટરે ટ્રકના ચાલક પ્રદિપ અતરસીંગ (રહે. નંદા એન્‍કલેવ ગોપાલનગર નજબગઢ સાઉથ દિલ્‍હી)વાળા સામે મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટ્રક ચાલક રૂપિયા 40 લાખ ઉપરાંતના પ્લાસ્ટિકના દાણા નિયત સ્થળે નહી પહોચાડી છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી ટ્રક ચાલક સામે આઈપીસી કલમ 407 મુજબ, ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ છે.

અન્ય સમાચારો પણ છે...