તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:જામનગરના જામજોધપુરમાં જુગાર રમતી પાંચ મહિલાઓ રંગેહાથ ઝડપાઇ

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂપિયા 13 હજારની રોકડ અને મોબાઇલ સહિત કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

જામનગરના જામજોધપુરમાં દોઢીયાવાડી ખાતે આવેલા મારૂતિપાર્કમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઇ હતી. પોલીસે રૂપિયા 13 હજારની રોકડ અને મોબાઇલ સહિત કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં અમુક મહિલાઓ જુગાર માટે પંકાઈ ગયી છે. આ મહિલાઓ પૈકી અમુક મહિલાઓએ જુગાર શરૂ કરી દીધો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે હર્ષા સુરેશભાઈ માણસોરીયાના મકાનમાં રેડ કરી હતી.

પોલીસે રેડ કરતાં જુગાર રમી રહેલી હર્ષા સુરેશભાઈ માણસોરીયા, પન્ના રાજેશભાઈ કાનાબાર, ચેતના હર્ષદભાઇ ધેટીયા, દક્ષાબહેન હકાભાઈ અને મંજુલાબહેન ચંદુભાઈ નાનેરા રંગેહાથ ઝડપાઇ હતી. પોલીસે રૂપિયા રૂ.13 હજાર રોકડા તથા પાંચ નંગ મોબાઈલ મળી કુલ 45 હજારના મુદામાલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો