જુગાર:જામનગરના ચારણ પીપળીયા ગામની સીમમાં જુગાર રમતાં પાંચ શકુનીઓ ઝડપાયા, રુપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે દરોડો પાડી અને વાડીની ઓરડીની અંદર લાઇટની વ્યવસ્થા જુગાર રમતા શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

જામનગર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામે વાડીમાં ઓરડીની અંદર ઘોડી પાસાનો જુગાર રમાઇ રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર એલસીબીએ રેડ કરીને જુગાર રમતાં પાંચ શકુનીઓને કુલ રૂ. સાત લાખ 62 હજાર 800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.

એલસીબીના હાથે ઝડપાયેલાં જુગારીઓમાં સુરેશ વિઠ્ઠલભાઈ મદાણી સોની (રહે. રામનાથ પરા પાસે રાજકોટ), તનવીર રફિકભાઈ સીંસગીયા, (રહે. જંગલેશ્વર શેરી નંબર 17 રાજકોટ), ઈસુબ વાહીદભાઈ સમા કસાઈ (રહે. કાલાવડ નાકા બહાર જામનગર), યોગેશ સુરેશભાઈ લાઠીગ્રા (રહે. ગોપાલ નગર શેરી નંબર 12 રાજકોટ) વસીમ સલીમભાઈ સમા (રહે. કાલાવડ નાકા બહાર જામનગર) અને ફરારી મેહુલ સુરેશભાઈ સોલંકી (રહે. હાથીખાના શેરી નંબર રાજકોટ વડા) સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...