ક્રાઇમ:જામનગરમાં પાંચ શખ્સ દારૂ સાથે ઝડપાયા

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પાવરહાઉસની બાજુમાં જુના આવાસમાં પોલીસે જયદિપસિંહ હેમતસિંહ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડી દારૂની 4 બોટલ કબજે કરી હતી. તપાસમાં હિતેશનું નામ ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે. અન્ય દરોડામાં દિગ્જામ વુલનમીલ પાછળ આનંદ કોલોનીમાં રહેતા વીરસીંગ અશોકસીંગ મારવાડીના મકાન પર દરોડો પાડી પોલીસે દારૂની 4 બોટલ કબજે કરી હતી. જયારે જાબુંડા ગામે રમેશ ઉર્ફ કુકો પરશોતમ મકવાણાને પોલીસે દારૂની 3 બોટલ સાથે તો શહેરમાં ખંભાળિયા નાકા બહાર સંજય ધીરૂભાઇને દારૂની 1 બોટલ સાથે પકડી પાડયો હતો.