તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામનગર શહેરમાં પાંચ જુગારીઓ આબાદ ઝડપાયા

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિગ્જામ સર્કલ પાસે પોલીસનો દરોડો

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને પોલીસે પકડી પાડયા છે. શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નરેન્દ્ર વિઠ્ઠલભાઇ તન્ના, ખીમાભાઇ રામશીભાઇ માડમ, ડાડુભાઇ કરણાભાઇ ભાટિયા, રાજપાલસિંહ રણજીતસિંહ જાડેજા, ધાનાભાઇ ગગુભાઇ ગઢવીને પોલીસે રંગેહાથ પકડી પાડયા હતાં અને તમામ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂ.4920 કબ્જે કરી તમામ શખસો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...