તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જામનગરમાં સાડા પાંચ મહિના પછી પેસેન્જર ટ્રેનની વ્હિસલ વાગી

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓખાથી ઉપડેલી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી પુરી જવા રવાના

ઓખાથી ઉપડેલી મુસાફર ટ્રેન આજે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી પુરી તરફ જવા રવાના થઈ હતી. જામનગરનું રેલવે સ્ટેશન સાડા પાંચ મહિનાઓ પછી મુસાફરોની અવર-જવાર થતા ધમધમ્યુ હતું. મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રવાના કરાયા હતાં.

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર આજે સાડા પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી મુસાફરી ટ્રેનના પૈડા શરૂ થઈ ગયા છે. ઓખાથી ઉપડેલી ટ્રેન બુધવારે સવારે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર આવી ચૂકી હતી અને રેલવે તંત્ર દ્વારા મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ટ્રેનના ડબ્બામાં પ્રવેશ આપી ટ્રેનને પુરી તરફ જવા માટે રવાના કરી દેવાઈ છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર પાંચ મહિનાથી મુસાફરી ટ્રેનના આવન-જાવન પર પ્રતિબંધ હતો, માત્ર માલગાડીઓ પસાર થતી હતી. ઓખાથી પુરી તરફ જવા માટેની પ્રથમ ટ્રેનને ઓખામા લીલીઝંડી અપાયા પછી બુધવારે સવારે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી હતી. જેમાં અગાઉથી બુકીંગ કરાવેલું હોય તેવા મુસાફરોને ગાંધીનગર રેલવે સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સ, સેનીટાઈઝર, માસ્ક સહિતની સાવધાની બાદ પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...