તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લઈ આત્મહત્યા કરી, કારણ અકબંધ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડીકલ કોલેજની હોસ્ટેલના રૂમમાં જ આત્મહત્યા કરી

જામનગરની ખ્યાતનામ જીજી હોસ્પિટલના તાલીમી તબીબે દવાખાનાના છઠ્ઠા માળે આવેલ રૂમમાં અગ્મ્ય કારણસર આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.

જો કે ક્યા કારણસર ડોકટરે આ પગલું ભરી લીધું છે એ વિગતો જાણવા મળી નથી પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી તેના માતા-પિતાને જાણ કરી છે. મૃતકના સહપાઠીઓના નિવેદનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરની ખ્યાતનામ એમ પી શાહ મેડીકલ કોલેજમાં વર્ષે આંતરે તબીબી છાત્રોના આપઘાતના બનાવો નોંધાતા રહ્યા છે. ત્યારે વધુ એક અરેરાટીભરી ઘટના આજે ઘટી હતી.

જેમાં અહીની મેડીકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થી તબીબે આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે પોલીસ અને હોસ્પિટલ તેમજ કોલેજ સ્ટાફે પહોચી પોલીસને જાણ કરી હતી. જો કે બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

પોલીસે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરી રૂમ પાર્ટનરોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...