તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:દ્વારકાના શિવરાજપુર દરિયા કિનારાને બ્લુ બીચની માન્યતા મળતા આજે પ્રથમ વખત બ્લુ ફ્લેગ લહેરાવામાં આવ્યો

દ્વારકા2 મહિનો પહેલા
દ્વારકાના શઇવરાજપુર બીચ પર પ્રથમ વખત બ્લુ ફ્લેગ લહેરાવામાં આવ્યો. - Divya Bhaskar
દ્વારકાના શઇવરાજપુર બીચ પર પ્રથમ વખત બ્લુ ફ્લેગ લહેરાવામાં આવ્યો.
  • દરિયાનું સ્વચ્છ પાણી, અતિ સ્વચ્છ કિનારો, વિવિધતાસભર દરિયાઈ જીવસૃષ્ટિ આકર્ષણનું કેન્દ્ર

દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લુ બીચ જાહેર કરાતા આજે દ્વારકા કલેકટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બ્લુ ફ્લેગ પ્રથમ વખત લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપવા શિવરાજપુર બ્લુ ફલેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું સ્વચ્છ પાણી, અતિ સ્વચ્છ કિનારો, વિવિધતાસભર દરિયાઈ જીવસૃષ્ટિ, સૂર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

બ્લુ બીચનો ફ્લેગ લહેરાવામાં આવ્યો.
બ્લુ બીચનો ફ્લેગ લહેરાવામાં આવ્યો.

વિવિધ મુદ્દા પર પાર ઉતરી આ બીચને બ્લુ બીચની માન્યતા મળી હતી
ગોતા ખોરી એટલે કે સ્કુબા ડ્રાઈવિંગની અનુકૂળતા, દરિયાઈ જીવસૃષ્ટિના ચાહકો, સંશોધકો તેમજ યુવાન સાહસિકોને આકર્ષે એવી તમામ સુવિધાઓ સહિત તમામ મુદ્દા પર પાર ઉતરી અહીંના બીચને બ્લુ બીચની માન્યતા આપવામાં આવી હતી. આજે દ્વારકા કલેકટર નરેન્દ્ર કુમાર મીના, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા, તથા બીચનો સ્ટાફ હાજર રહ્યો હતો અને બ્લુ ફ્લેગ લહેરાવ્યો હતો.

દ્વારકાના કલેક્ટરે બ્લુ ફ્લેગ લહેરાવ્યો.
દ્વારકાના કલેક્ટરે બ્લુ ફ્લેગ લહેરાવ્યો.

ટેન્ટમાં રહેવા-જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવીઃ કલેક્ટર
કલેકટર નરેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બ્લુ ફ્લેગ બીચનું બહુમાન મળ્યા પછી શિવરાજપુર બીચ પર વિદેશી લોકોની સંખ્યા પણ વધવા લાગી છે. ખાસ કરીને મહિલા સાહસિકો અને સંશોધનકર્તાઓ પણ આ તટીય વિસ્તારના દિવાના છે. નવપરિણીત યુગલથી માંડીને સિનિયર સિટીઝન પણ અહીં મન ભરીને પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માણી શકે છે. ટેન્ટમાં રહેવા-જમવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. તહેવાર, રજા કે કોઈ ખાસ પ્રસંગને યાદગાર બનાવવો હોય તો લોકો શિવરાજપુર બીચ પર આવવાનું પસંદ કરે છે. ખૂબ જ ટૂંકાગાળામાં વિકાસ પામતું આ બીચ હજુ પણ નવી ઉંચાઈએ પહોંચશે. વધુને વધુ સહેલાણીઓ આવે તેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો