ધરપકડ:જામનગરમાં 2 ઘરફોડીયા સામે પ્રથમવાર ગેંગ કેસ ફુગ્ગા વેચવા ફરીને રેકી કરતા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાનો આ પ્રથમ કેસ,સૌરાષ્ટ્રનો બીજો!

જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરી હાહાકાર મચાવનાર બંજારા ગેંગના 2 સભ્યોને જામનગર પોલીસે પકડી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા બાદ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. દરમિયાન આ શખસો અવારનવાર છૂટી જતા હોય અને ફરીથી ચોરી કરતા હોય. જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતા તેમણે આ શખસો વિરૂદ્ધ ગેંગની કલમ ઉમેરતા સારી એવી ચકચાર જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સૌરાષ્ટ્રનો માત્ર બીજો ગેંગ કેસ છે અને જામનગર જિલ્લાનો પ્રથમ ગેંગ કેસ છે.

જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપી હાહાકાર મચાવનાર અર્જુન રાહુલ બંજારા અને બાદલ રાહુલ બંજારા નામના બે ભાઈઓને એલસીબીએ પકડી પાડી અનેક ચોરીઓનો ભેદ ઉકેલવાની સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન આ શખસો સાથે અન્ય પણ શખસોની ચોરીમાં સંડોવણી હોય છે તેમજ તે લોકો વ્યવસ્થિતપણે ચોરી કરતા હોય. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ વખતે આ શખસો પર ગેંગની કલમનો ખાસ ઉમેરો કર્યો છે. જેમાં આ બે ઉપરાંત અન્ય શખસો પર ગેંગની કલમ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાનો આ પ્રથમ ગેંગ કેસ છે. જ્યારે સૌરાષ્ટ્રનો બીજો ગેંગ કેસ છે.

ગેંગ કેસની કલમ લાગવાથી શું થાય
કલમ-401 મુજબ ગેંગની કલમ લાગવાથી વારંવાર ચોરી કરતા આવા શખસો સામે કાર્યવાહી સાદી કોર્ટના બદલે સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચલાવવામાં આવે. તેમજ આ કિસ્સાઓમાં 10 વર્ષ ઉપરાંતની સજાની જોગવાઈ છે. ગેંગ કેસ થવાથી વહેલા છૂટી જતા ગુનેગારો લાંબો સમય જેલમાં રહે છે. - પ્રેમસૂખ ડેલૂ, એસપી, જામનગર.

બંજારા ગેંગના અન્ય 5 શખસોની સંડોવણી છે
બંજારા ગેંગમાં બે સગા ભાઈઓ પકડાયા છે પરંતુ આ ગેંગમાં હજુ પણ 5 સભ્યો ફરાર હોવાનું જાણવા મળે છે. પોલીસ આ શખસોનું પગેરુ દબાવી રહી છે જેથી આખી ગેંગને નાબૂદ કરી શકાય. આ ગેંગ દિવસ દરમિયાન ફુગ્ગા વેચી ઘરની રેકી કરતી હતી બાદમાં તે ઘરમાં ચોરી કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...