તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં:શહેરમાં તળાવની પાળે માછલીઘરમાં ફાયર સેફટીના સાધનો બિસ્માર બન્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેદરકારી | ભંગાર એકસ્ટીંગયુશરથી આગ લાગે તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ
  • પક્ષીઓ અને માછલીઓ પર જોખમ: જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં

જામનગરમાં તળાવની પાળે આવેલા મનપાના માછલીઘરમાં ફાયર સેફટીના સાધનો બિસ્માર હાલતમાં છે. ભંગાર એસ્ટીંગયુશરના કારણે આગ લાગે તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. પક્ષીઓ અને માછલીઓ પર જોખમ ઝંળુબી રહ્યું છે. આમ છતાં મનપાનું તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં રાચતા આશ્ચર્યની સાથે રોષની લાગણી ફેલાઇ છે.

જામનગરમાં રણમલ તળાવ પર આવેલા મહાનગરપાલિકાના માછલીઘરમા ફાયર સેફ્ટીના સાધનો બિસ્માર હાલતમાં છે. મોટાભાગના ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં છે. માછલીઘરમાં આવેલા ફાયર એકસ્ટીગયુશર રીન્યુ થયા છે કે કેમે તે પણ સવાલ છે. આથી જો માછલીઘરમાં આગનો બનાવ બને તો આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.

ફાયરની ટ્યુબ એક નંબરના ગેટ પર રાખવામાં આવે છે. ખરેખર પરંતુ નજીકના સ્થળે બારી પરથી સાધનો ત્યાં સહેલાઇથી મળી શકે તે રીતે રાખવા જરૂરી છે કે જેથી કરી મહામૂલી જીંદગી બચાવી શકાય. વળી, માછલીઘરમાં પક્ષીઓ બીમાર હાલતમાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે આ બાબતે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...