અફડા તફડી:જામનગરમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે આગ, 1 વ્યક્તિ દાઝી, 2 મહિલાને બચાવાઇ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરૂ સેકશન રોડ પર ગોલ્ડન સીટીમાં સિધ્ધિ વિનાયક રેસીડન્સીનો બનાવ
  • ઘરવખરી બળી ગઇ, આગનું કારણ અકળ, ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કયુ કામગીરી કરી, લોકોના ટોળા ઉમટ્યા

જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગોલ્ડન સીટીમાં આવેલા સિધ્ધિ વિનાયક રેસીડન્સીમાં પાંચમા માળે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવમાં એક વ્યકતિ દાઝી ગઇ હતી. ફાયર બ્રિગેડે રેસ્કયુ કામગીરી હાથ ધરી બે મહિલાને બચાવી હતી. આગના કારણે ઘરવખરી બળી ગઇ હતી.

જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગોલ્ડન સીટીમાં આવેલા સિધ્ધિ વિનાયક રેસીડન્સી એપાર્ટમેન્ટમાં પાંચમા માળે આવેલા ફલેટ નં.502 માં રવિવારે બપોરે 12 કલાકની આસપાસ અકસ્માતે આગ લાગી હતી. જેના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની સાથે રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. આગના કારણે ફલેટના માલિક ચેતનભાઇ જોશી દાઝી જતાં સામાન્ય ઇજા થઇ હતી. જયારે ફલેટમાં રહેલા જલ્પાબેન ચેતનભાઇ જોશી અને મીતાલીબેન મીલનભાઇ રાજેશ્વરીને ફાયર બ્રિગેડના જવાનોએ સહીસલામત બહાર કાઢયા હતાં. આગ કયાં કારણોસર લાગી તેનું કારણ અકબંધ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...