સદનસીબે જાનહાનિ ટળી:જામનગરના સિક્કા પાટિયા પાસે હોટલ એલેન્ટોમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, 27 લોકોનો ચમત્કારિક બચાવ

જામનગર2 મહિનો પહેલા
  • હોટલના મીટરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
  • કલેકટર અને એસપીએ કહ્યું- હોટલમાં રહેલા તમામ 27 લોકોનો બચાવ

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ એલેન્ટોમાં આજે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે હાઈવે પર 10 કિલોમીટર દૂરથી દેખાતી હતી. જામનગર કલેકટરે કહ્યું હતું કે, આગ લાગી ત્યારે હોટલમાં 27 લોકો હાજર હતા જે તમામ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી. રિલાયન્સ, GSFC અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળ્યો હતો. આગની ઘટનાના પગલે જામનગર એસપી કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. હોટલમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

સિક્કા પાટીયા પાસે આવેલી છે હોટલ એલેન્ટા
જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં આજે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. ગણતરીની જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે હોટલમાં રહેલા લોકોમાં અફરાતફરી મચી હતી.આગના કારણે ફાયર એલાર્મ વાગતા હોટલમાં રોકાયેલા 27 લોકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા. બેથી ત્રણ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આગ કાબૂમાં આવ્યા બાદ હોટલ એલેન્ટોની તસવીર
આગ કાબૂમાં આવ્યા બાદ હોટલ એલેન્ટોની તસવીર

​હોટલ એલેન્ટાના 36 રૂમમાંથી 18 રૂમમાં લોકો રોકાયા હતા
આગની ઘટનાના પગલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને કલેકટર તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જામનગર એસપીએ કહ્યું હતું કે, હોટલમાં કુલ 36 રૂમ આવેલા છે. જેમાંના 18 રૂમમાં લોકો રોકાયા હતા જ્યારે અન્ય રૂમો ખાલી હતા. આગ લાગતા હોટલનું ફાયર એલાર્મ ગુંજી ઉઠ્યું હતું. જેથી તમામ લોકો હોટલની બહાર દોડી આવ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કલેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર
કલેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર

આગમાં કોઈ જાનહાનિ નથી થઈ- કલેકટર
હોટલ એલેન્ટોમાં ભીષણ આગ લાગતા જામનગર કલેકટર ડો. સૌરભ પારઘી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આગ પર કાબૂ મેળવાયા બાદ કલેકટરે કહ્યું હતું કે, આગ લાગી ત્યારે ફાયર એલાર્મ વાગત તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

જો ગેસ સિલિન્ડર બહાર ન ફેંક્યા હોત તો?
હોટલ એલેન્ટામાં આગની ઘટના બની ત્યારે હોટલના કિચનમાં શેફ તરીકે કામ કરતા ચિંરાશુ રાવત નામના સેફે કહ્યું હતું કે, અમે જ્યારે કિચનમાં કામ કરી રહ્યા હતા ત્યારે બહારના ભાગે આગ લાગી હતી. અમે શરૂઆતમાં એસ્ટીંગ્યુઝરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આગ વધુ ફેલાતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. હોટલમાં જે ગેસ્ટ હતા તેને અમે લોકોએ પાછલના રસ્તેથી બહાર કાઢ્યા હતા. હોટલના કિચનમાં જે ગેસ સિલિન્ડર્સ હતા તેને અમે લોકોએ બહાર ફેંકી દીધા હતા.

હોટલમાં આગ લાગી ત્યારે હાજર હતા તે શેફની તસવીર
હોટલમાં આગ લાગી ત્યારે હાજર હતા તે શેફની તસવીર

જામનગર જીજી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી
જામનગર જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારીએ કહ્યું હતું કે, આગની ઘટનાના પગલે તેઓને ત્યાં હોસ્પિટલમાં સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવા કહેવાયું હતું. જેથી હોસ્પિટલમાં સારવાર માટેની જરુરી વ્યવસ્થા કરી રાત્રિના ડોકટર, નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. .

જીજી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી
જીજી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી
હોટલ એલેન્ટોની ફાઈલ તસવીર
હોટલ એલેન્ટોની ફાઈલ તસવીર
અન્ય સમાચારો પણ છે...