તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ફર્નિચરની દુકાનમાં શોક-સર્કિટથી આગ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડે 15,000 લીટર પાણીનો મારો ચલાવ્યાે, ગોકુલનગરમાં ટોળેટોળા ઉમટ્યા

શહેરમાં ગોકુલનગર જકાત નાકા પાસે આવેલી બોમ્બે કુશન નામની ફર્નિચર અને ગાદલાની દુકાનમાં ગુરૂવારે સાંજે 6.30 વાગ્યા આસપાસ આગ ભભૂકી ઉઠતા ભારે અફડા-તફડી મચી ગઇ હતી. દુકાનમાં ફર્નિચર અને ગાદલા બનાવાનો માલસામાન હોવાથી પલવારમાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. બનાવના પગલે આજુબાજુના રહેવાસીઓએ પાણીનો મારો ચલાવી આગ ઓલવાની કોશિષ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ દોડી ગયા હતાં અને આગ ઓલવાની કામગીરી શરૂ કરી હતી. ત્રણ ગાડીમાંથી 15000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી. શોર્ટ-સર્કીટથી લાગેલી આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન બળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...