અફડાતફડી:જામનગરમાં આઇસ્ક્રીમના કારખાનામાં ગેસનો બાટલો લીક થતાં આગ ભભૂકી, ફાયરે 5000 લીટર પાણીનો મારો ચલાવ્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેકટ્રીક વાયરીંગ અને મશીનરી બળીને ખાખ થઇ ગયા

જામનગરમાં આઇસક્રીમ બનાવવાના કારખાનામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતા ફાયરના જવાનોએ 5000a લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગના કારણે ઇલેકટ્રીક વાયરીંગ, મશીનરી બળીને ખાખ થઇ ગઇ હતી.જામનગરમાં વ્હોરાના હજીરા પાસે નાગેશ્વર ચોક પાસે આવેલા આઇસક્રીમ બનાવવાના કારખાનામાં શુક્રવારે સવારે 8.35 વાગ્યા આસપાસ ગેસનો બાટલો લીકેજ થયો હતો. આથી પલવારમાં કારખાનામાં આગ લાગી હતી. જેના કારણે ભારે અફડા-તફડી સાથે દોડધામ મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 5000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ બુઝાઇ હતી. આગને કારણે ઇલેકટ્રીક વાયરીંગ, મશીનરી સહિતની ચીજવસ્તુ બળી ગઇ હતી. કારખાનાના માલીક સૈફુદીનભાઇ હોવાનું ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...