તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના ટળી:જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ, સદનસીબે જાનહાનિ અટકી

જામનગર2 મહિનો પહેલા
  • વેન્ટિલેટરની આગ વોર્ડમાં પ્રસરે તે પહેલા જ કાબૂમાં લેવાઈ ફાયર જવાનો પહેલાથી જ હોસ્પિટલમાં તૈનાત હોવાથી મોટી દુર્ધટના ટળી

ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે જામનગરની જીજી હોસ્પિટલ સંકુલમાં આવેલી કોવિડ હોસ્પિટલના ચોથા માળ પર ICUમાં એક વેન્ટિલેટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જો કે, જામનગર ફાયરબ્રિગેડની એક ટીમ હાલ જીજી હોસ્પિટલમાં પહેલાથી જ તૈનાત રખાયેલી હોય આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાયો હતો. જેના કારણે મોટી દુર્ઘટના અટકી હતી.

જામનગરની જીજી હોસ્પિટલના સંકુલમાં આવેલી કોવિડ હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વિભાગમાં આજે બપોરે અચાનક એક વેન્ટિલેટરમાં સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ હોસ્પિટલ નીચે ફરજ પર રહેલા ફાયરબ્રિગેડના જવાનો તુરંત વોર્ડમાં પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લેવાતા આગ ફેલાતા અટકી હતી.

ફાયરબ્રિગેડની અગમચેતી કામ આવીજામનગર જીજી હોસ્પિટલમાં કોરોનાની બીજી વેવમાં અંદાજે 1500 થી 2000 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેના કારણે ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલના તમામ સ્ટાફને આગ જેવી ઘટનાને ટ્રેઈન કરાયો છે. તો સાથે ફાયરબ્રિગેડની એક ટીમની રાઉન્ડ ધી ક્લોક હોસ્પિટલ પર જ ફરજ ગોઠવવામા આવી છે. જેથી હોસ્પિટલમાં આગની કોઈ ઘટના બને તો તાત્કાલિક કાબૂમાં કરી શકાય. આજે પણ અહીં ફાયરના જવાનો પહેલાથી જ હાજર હોવાના કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી.

જે વોર્ડમાં આગ લાગી ત્યાં 40 દર્દી સારવાર લઈ રહ્યા હતાઆજે જે વોર્ડમાં આગનો બનાવ બન્યો ત્યાં ચાલીસ જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ આગ પર કાબૂ આવી ગયો હોવાના કારણે ફક્ત એક જ દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવાની ફરજ પડી છે. અન્ય કોઈ દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી નથી.

નેતા વિપક્ષ ધાનાણીએ આગની ઘટનાનો ચિતાર મેળવ્યોગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણી આજે બપોરે જામનગરની જીજી હોસ્પિટલ સંકુલમાં આવેલી કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેઓ જ્યારે અહીંથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમને આગની ઘટના અંગેની જાણ થઈ હતી. બાદમાં ધાનાણીએ પણ ચીફ ફાર ઓફિસર સાથે વાત કરી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...