બેંકમાં આગ:જામનગરના ઠેબા ગામમાં આવેલી SBI બેંકની શાખામાં આગ ફાટી નીકળી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગના પગલે ગામમાં લોકોના ટોળા એકઠા થયા

જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એસબીઆઈ બેંકની બ્રાંચમાં આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બેંકના એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઠેબા ગામમાં એસબીઆઈ બેંકની શાખા આવેલી છે. જેમાં આજે અચાનક આગ ફાટી નીકળતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગી ત્યારે બેંકની શાખા બંધ હોવાથી અંદર થયેલા નુકસાન અંગે જાણી શકાયું નથી. બેંકના અધિકારીઓની તપાસ બાદ જ નુકસાન અંગેની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...