તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ફાયર બ્રિગેડને આધુનિક વોટર બ્રાઉઝર તેમજ અત્યાધુનિક એર કન્ડીશનર એમ્બ્યુલન્સ અર્પણ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.35 કરોડના ખર્ચે વોટર કેનન અને 12 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વસાવવામા આવી

જામનગર શહેર માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અગાઉ પ્રક્રિયા કરવામાં આવી હતી અને જેમાં ફાયર વોટર બ્રાઉઝર 25 હજાર લિટરની ફુલ્લી ઓટોમેટિક અને બહુમાળી ઇમારતમાં પહોંચી શકાય તેવું વોટર બાઉઝર કિંમત રૂ.1.35 કરોડ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વોટર બ્રાઉઝરમાં 25000 લીટર કેપેસિટી ધરાવતું પાણી કરી શકાય, 6000 લીટર નો પંપ, 7 કિલોનો પ્રેશર છે જે ઉદ્યોગ વિસ્તારમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું હોટલ બ્રાઉઝર છે જેની ખાસિયત મોટા બિલ્ડિંગમાં પહોંચી શકાય તેવી અતિઆધુનિક સીડી ફાયર સુટ ની પણ સુવિધા છે જે 30 મીટર સુધી એટલે કે 10 માળની ઇમારત સુધી પાણીનો મારો ચલાવી શકાય તેવી ઓટોમેટીક વ્યવસ્થા પણ વોટર બ્રાઉઝરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રૂપિયા 12 લાખની ગ્રાન્ટ અને એન.જી.ઓ જયકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તું. 3.5 લાખના ખર્ચે ખરીદાયેલી અધતન એર કન્ડીશનર એમ્બ્યુલન્સનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જ્યારે આ લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં મેયર બીનાબેન કોઠારી કમિશનર વિજય ખરાડી ,ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર ,આસિસ્ટન્ટ કમિશનર મહાનગરપાલિકાના પદ અધિકારી અને કોર્પોરેટર તેમજ શહેર ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા અને વોટર બ્રાઉઝર અને એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...