આગ:જામનગર શહેરના પવનચક્કી વિસ્તાર નમકીનના ગોડાઉનમાં આગ લાગી, દુકાનદારને મોટુ નુકસાન

જામનગર24 દિવસ પહેલા
  • ગોડાઉનમાં નમકીનનો જથ્થો પણ મોટા પ્રમાણમાં ભરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

જામનગર શહેરમાં પવનચક્કી વિસ્તાર પાસે નેહેરના કાંઠે આવેલા નમકીનના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.

ગોડાઉનમાં આગ લાગતાં બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. જોકે, આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.જ્યારે વિસ્તારના કોર્પોરેટર ધવલ નંદા સ્થળ પર દોડી આવ્યા હતા

આ નમકીનના ગોડાઉનમાં નમકીનનો જથ્થો પણ મોટા પ્રમાણમાં ભરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દિવાળીના દિવસે આગ લાગતા નમકીનના ગોડાઉનના માલિક સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. આગને પગલે પવન ચક્કી નાકા પાસે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...