આવેદન:‘વેક્સિનના બદલે પાણીના ઇન્જેકશન દેનારા તબીબ સામે ફરિયાદ દાખલ કરો’

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસને આવેદન પત્ર પાઠવામાં આવ્યું

જામનગરમાં લમ્પીગ્રસ્ત પશુની સારવારમાં બેદરકાર તબીબ સામે પોલીસ ફરિયાદની માંગ સાથે શહેર કોંગ્રેસે પોલીસને આવેદન પાઠવ્યું હતું. પાણીના ઇન્જેકશનની ઓડિયો કલીપ બાદ મનપાએ તબીબને સસ્પેન્ડ કરાયા હતાં.

જામનગરમાં લમ્પી વાયરસથી ચેપગ્રસ્ત પશુઓને માત્ર પાણીના ઇન્જેક્શન મારતા હોવાની વાતચીતનો બે તબીબ વચ્ચેની કથિત ઓડીયો કલીપ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે રજૂ કરી હતી. આથી મનપાના નાયબ કમિશનરે તપાસ કરી મનપાના કરાર આધારિત પશુ ડોક્ટર મહેન્દ્ર ગોધાણીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતાં. આ પશુ ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે શુક્રવારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં પોલીસને આવેદન પાઠવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...