ચર્ચાસ્પદ કિસ્સો:જવાબદાર પોલીસ સામે ફરિયાદ નોંધો, ગુનો ન બનતો હોય તો જાણ કરો: હાઈકોર્ટ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાટિયામાં વકીલને મારવાના પ્રકરણમાં હાઇકોર્ટનો ઓરલ ઓર્ડર

ભાટિયામાં લોકડાઉનમાં એક એડવોકેટ યુવાનને કલ્યાણપુર પોલીસ સ્ટેશન લઇ જઇને ઢોર માર મારવાના પ્રકરણમાં વકીલે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે જવાબદાર પોલીસ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે, જો ગુનો ન બનતો હોઇ તો 15 દિવસમાં કારણ રજુ કરવા કોર્ટે હુકમ કર્યો છે. લોકડાઉનના સમય દરમિયાન તા.10 અપ્રિલના રોજ ભાટિયાના વકીલ હરીશ મકવાણાને પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઇ ઓડેદરા અને રાઇટર વિંઝાભાઇ ઓડેદરા તથા કોન્સ્ટેબલ હેભા ભીમસી વસરાએ વકીલ પાસે લોકડાઉનની કામગીરીમાં મામલતદારનો મુક્તિ પાસ હોવા છતા માર મારવા લાગ્યા હતાં.પોલીસે એડવોકેટ યુવક સામે ફરજ રુકાવટની અને 188 મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ મામલે વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એડવોકેટ યુવકે પીએસઆઈ તેમજ અન્ય બે પોલીસ વિરુદ્ધ લેખિત ફરિયાદ પોલીસમાં કરાઈ હતી.પોલીસે ફરિયાદ ન નોંધતા એડવોકેટ યુવાન દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની માંગ કરી હતી. પરિણામે હાઈકોર્ટે જવાબદાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અને જો ગુન્હો ન બનતો હોઈ તો 16 દિવસમાં ફરિયાદી વકીલને લેખિત જાણ કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...