તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ વીડીયો:જામનગરમાં પતિ-પત્ની વચ્ચે મારામારી, પારિવારિક ઝઘડાનું કારણ અકબંધ

જામનગર14 દિવસ પહેલા
  • પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ પર આક્ષેપો કર્યા

જામનગર શહેરમાં હાલ પતિ-પત્ની વચ્ચેની મારામારીનો એક વીડિયો ચર્ચાનું કેંદ્ર બન્યો છે. શહેરના શરૂ સેકશન રોડ વિસ્તારમાં રહેતા એક દંપતી વચ્ચે કોઈ કારણોસર પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિએ મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

પરિણીતા જ્યારે પોતાના રૂમમાં પુત્રની સાથે હતી ત્યારે જ નીચે રહેતો પતિ કોઈ વસ્તુ લેવા માટે રૂમમાં આવ્યો હતો. આ સમયે જ પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા પતિએ તેની પત્ની સાથે મારામારી કરતો નજરે પડી રહ્યો છે.

તો બીજી તરફ પરિણીતા બચાવો બચાવોની બૂમો પાડતી જોવા મળી રહી છે.મારામારી બાદ પણ પતિ-પત્ની વચ્ચે જીભાજોડી જોવા મળી રહી છે. મારામારીનો આ મામલો પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...