તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:જામનગરમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી બાબતે મારામારી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ભાઇઓએ અન્ય બે ભાઈઓ ઉપર હિચકારો હુમલો કર્યો

જામનગરમાં સાંઢીયા પુલ પાસે બે ભાઇઓએ અન્ય બે ભાઇઓ પર હુમલો કરી માર માર્યાની પોલીસ દફતરે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે. રૂા.30 હજારની ઉઘરાણી બાબતે બન્ને પક્ષે મનદુ:ખ થતા મામલો મારા મારી ઉપર ઉતરી આવ્યો હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં સાંઢીયા પુલ પાસે કોપરસીટી બિલ્ડીંગના ગેઇટની સામે રાત્રે દસેક વાગ્યાના સુમારે રાજુભાઇ ઉર્ફે વિજય ગોવિંદભાઇ ઓડીચ અને તેના ભાઇ પર મેહુલ કિશોરભાઇ પરમાર અને કપીલ કિશોરભાઇ પરમાર નામના બે શખ્સોએ હુમલો કર્યો હતો. બન્ને ભાઇઓએ લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જયારે સામા પક્ષે મેહુલભાઇ કિશોરભાઇ પરમારે રાજુભાઇ ઉર્ફે વિજયભાઇ ગોવિંદભાઇ ઓડીચ અને તેના ભાઇ અજયભાઇ ગોવિંદભાઇ અડીચ સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મેહુલભાઇએ આરોપી અજયભાઇ પાસેથી 30 હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા. આ રૂપિયા હાલ ન હોવાથી આરોપીને રૂપિયા આપવાની ના પાડી જયારે થશે ત્યારે આપી દેવાનું કહ્યું હતું. બન્ને આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ હુમલો કરી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે સીટી સી ડિવિઝનનાં પીએસઆઇ એન.વી.હરિયાણીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...