જામનગર તાલુકાના સચાણા ગામે ભરણપોષણ મામલે થયેલા કેસ બાબતે ભેગા થયેલા બે પક્ષ વચ્ચે છુટા હાથે છરીઓ અને ધોકા ઉલળતા બન્ને પક્ષે સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. નાના એવા ગામમાં બે પક્ષ વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે અને બનાવના પગલે અફડા તફડી મચી ગઇ હતી અને પોલીસ દોડી ગઇ હતી.
જામનગર તાલુકાના સચાણા ગામે શહેનાઝબેન આરીફ સોઢાએ પોતાના પર તથા નબીરા જાવેદભાઇ અને અન્ય પર હુમલો કરી છરી વડે છરકા કરી લોખંડના પાઇપ મારી ફેકચર કરવા અંગે આરીફ રઝાક સોઢા, બસીર ગની સોઢા, જાવીદ ગની સોઢા, હુશેનાબેન અને રૂકસાનાબેન સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જેમાં ભરણપોષણનો કેસનું મનદુ:ખ હોવાનું જણાવવામાં આવ્યું છે, તો સામા પક્ષે આરીફ રઝાક સોઢાએ પાઇપ અને પથ્થર વડે માર મારવા અંગે શહેનાઝબેન રઝાક સોઢા, નબીરાબેન અનવરભાઇ, હલીમાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.